Gujarat

બર્થ-ડે ઉજવી આવતા પાંચ યુવક-યુવતીનો કરફ્યૂ ભંગ

By GS Team
3 Jan 20222 mins read
This article was originally published on 3 Jan 2022
બર્થ-ડે ઉજવી આવતા પાંચ યુવક-યુવતીનો કરફ્યૂ ભંગ

રાજપથ ક્લબ પાસે કાર અટકાવી કાર્યવાહી

સિંધુભવન રોડ ઉપર મધરાતે આવતી કારમાંથી ત્રણ શખ્સો દારૂની મહેફિલ માણીને આવતા પકડાયા

અમદાવાદ : રાત્રી કરફ્યૂ ચાલી રહ્યો છે ત્યારે વસ્ત્રાપુર પોલીસે કડક ચેકીંગ શરૂ કર્યુ છે. રાજપથ ક્લબ પાસે મોડીરાતે કાર અટકાવી બર્થ-ડેમાંથી આવતા પાંચ યુવક - યુવતી સામે કાર્યવાહી કરાઈ છે. જ્યારે, સિંધુ ભવન રોડ પર દારૂની મહેફિલ માણીને આવતા ત્રણ યુવકને ઝડપી લેવાયા છે.

રાજપથ ક્લબ રોડ પાસે સાશ્વત બંગલો ચાર રસ્તા પર રાતે  પોણા બે વાગ્યે વસ્ત્રાપુર પોલીસે એક બલેનો કાર અટકાવી હતી. આ કારમાં યુવક, યુવતી મળી આવ્યા હતા. કારમાંથી ફતેહવાડીમાં રહેતા દાનીસ ઐયુબભાઈ કુરેશી, રિઝવાન અરમાન કુરેશી, વેજલપુરના રહીશ નિહાલ મુન્નાાભાઈ શેખ, કેતનભાઈ ખેંગારભાઈ પરમાર અને સેટેલાઈટમાં રહેતા હીનાબહેન વિપુલભાઈ શાહ મળી આવ્યા હતા.

સાથે કામ કરતાં પાંચ યુવક, યુવતી સાથે રહેલા રિઝવાનનો બર્થ-ડે હોવાથી ગાંધીનગરમાં ડીનર પાર્ટી યોજીને પરત આવી રહ્યા હતા. રાતે 11 વાગ્યાથી કરફ્યૂ અમલમાં આવતાં પાંચેય યુવક - યુવતી સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વસ્ત્રાપુર પોલીસની ટીમે રાત્રે 2.45 વાગ્યે સિંધુભવન ત્રણ રસ્તા રોડ ઉપર રીંગ રોડ તરફથી આવતી ક્રેટા કાર અટકાવી તપાસ કરી હતી. ચાંદખેડામા ંરહેતા મહેશ હરગોવનભાઈ રબારી (ઉ.વ. 28), ઓઢવના રહીશ અક્ષય ઈશ્વરભાઈ દેસાઈ (ઉ.વ. 30) અને અજય ધરમશીભાઈ દેસાઈ (ઉ.વ. 24)ની તપાસ કરી હતી. ત્રણેય શખ્સો દારૂનો નશો કરેલી હાલતમાં મળી આવતાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.