Gujarat

વડોદરામાં જાહેરમાં ઝાપાઝપી કરતા લોકોનો વિડીયો વાયરલ થયો : એક ઝડપાયો

By GS TEAM
31 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થતા પોલીસે એકની અટકાયત કરી તપાસ હાથ ધરી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં જાહેરમાં ઝાપાઝપી કરતા લોકોનો વિડીયો વાયરલ થયો : એક ઝડપાયો

Vadodara Police : વડોદરાના ન્યુ માંજલપુર રોડ પર ઓમ સ્કુલની પાસે કેટલાક લોકો જાહેરમાં અંદરો અંદર ગાળો બોલી જપાજપી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે વિડીયો માંજલપુર પોલીસના ધ્યાને આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. વીડિયોમાં દેખાતા લોકો પૈકી રવિ શ્રીમંતભાઈ મળદે (રહે ઇન્દીરાનગર, વડસર બ્રિજ પાસે, માંજલપુર) ની ઓળખ થતા પોલીસે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.