Gujarat

ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો

By GS TEAM
11 May 20261 min read
ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો

ફાઇલ ફોટો

અમદાવાદ,સોમવાર

ઇરાન- અમેરિકાના યુદ્ધના કારણે ઇંધણ કંપનીેઓની ખોટમાં વધારો થતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો થવાના સંકેત મળતા વાહનચાલકોએ તેમના વાહનોની ઇંધણની ટેંક ફુલ કરવાનું શરૂ કરી દીધુ છે. જેના કારણે પંપ પર સામાન્ય કરતા વધારે લાઇન જોવા મળી હતી.  બીજી તરફ સાદાઇથી રહેવાની સલાહ આપતા નેતાઓના રોડ શોના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.ઇરાન-અમેરિકાના યુદ્ધના કારણે હોર્મુઝથી ક્રુડનો જથ્થો અટવાતા તેની અસર હવે ભારતની તમામ પેટ્રોલીયમ કંપનીઓ પર જોવા મળી રહી છે. જેના કારણે કરોડોની ખોટ પડી રહી છે. જેના પગલે હવે પેટ્રોલ અને ડીઝલ પર મોટો ભાવ વધારો ઝીંકાઇ તેવી શક્યતાને પગલે  નિયમિત રીતે ૫૦૦ કે એક હજારનું  પેટ્રોલ ડીઝલ પુરાવતા વાહનચાલકોએ ટાંકી ફુલ કરાવવાનું શરૂ કર્યું છે. એટલુ જ નહી ઘણા બાઇકચાલકોએ ટાકી ફુલ કરાવી હતી.  સાથેસાથે પેટ્રોલ પંપ પર સામાન્ય દિવસો કરતા વધારે લાઇનો પણ જોવા મળી હતી. 

આ સાથે લોકોમાં રોષની લાગણી હતી કે સરકાર  અમને કરકસર કરવાનું કહે છે  પરંતુ, નેતાઓ રોડ શો કરે છે અને રોડ શો માટે ભીડ એકઠી કરવા માટે બીજા શહેરોમાંથી બસો દોડાવે છે.  જે બેવડા ધોરણ ગેરવ્યાજબી છે.