વડોદરાઃ વડોદરામાં અગાઉ છ જેટલા ટુવ્હીલરની ચોરીમાં પકડાયેલો વાહન ઉઠાવગીર ફરી એકવાર પોલીસને હાથે પકડાયો છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાડી શાસ્ત્રી બાગ પાસેથી અગાઉ વાહનચોરીમાં પકડાયેલા પ્રતીક ઉર્ફે શિવ યજ્ઞોશભાઇ પંડયા (વિશાલનગર,તરસાલી)ને અટકાવી બાઇકના કાગળો માગતા મળી આવ્યા નહતા.
પોલીસની પૂછપરછમાં આરોપીએ તરસાલી અને ફતેગંજમાંથી બે બાઇક ચોર્યાની વિગતો ખૂલી હતી.જેથી બંને પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.


