વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 6 સ્થળે વાહન પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાઈ

- ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ સહિતના સ્થળેથી વાહનોમાં લોકો આવશે
- પેડેક ગ્રાઉન્ડ, કાળિયાબીડ પાણીની ટાંકી પાસે, એનસીસી ગ્રાઉન્ડ, સમરસ હોસ્ટેલ વગેરે જગ્યાએ વાહન પાર્કીંગ કરાશે
ભાવનગર શહેરમાં આવતીકાલે શનિવારે વડાપ્રધાન આવવાના છે અને તેઓના કાર્યક્રમમાં આવનાર લોકો માટે ૬ સ્થળે વાહન પાર્કીંગની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં ભાવનગર ગ્રામ્ય, ઘોઘા તાલુકા, ઉમરાળા, અલંગ વગેરે માટે પેડેક ગ્રાઉન્ડ યુનિવર્સિટી પાછળ, અમરેલી તાલુકા અને બોટાદ તાલુકા માટે કાળિયાબીડ પાણીની ટાંકી પાસે, પાલિતાણા, ગારિયાધાર, તળાજા, મહુવા તાલુકા માટે ટોમેટીના ગ્રાઉન્ડ, સિહોર તાલુકાના એનસીસી ગ્રાઉન્ડ, જેલ રોડ પાસે, જુનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા તેમજ જેસર વગેરે માટે સમરસ હોસ્ટેલની સામે, અમદાવાદના તમામ તાલુકા અને વલ્લભીપુર માટે એ.વી.સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે વાહન પાર્ક કરવામાં આવશે.
ભાવનગર અને બહારગામથી વાહનો આવશે તે લોકોને સભાની નજીકના સ્થળે ડ્રોપ કરવામાં આવશે અને ત્યારબાદ વાહન પાર્કીંગના સ્થળે લઈ જવામાં આવશે તેમ સરકારી સુત્રોએ જણાવેલ છે.









