Gujarat

VCEને હવે કામગીરીના યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. 20 મળશે, મહેનતાણામાં સમાનતા લાવવા સરકારનો નિર્ણય

By GS TEAM
12 Dec 20252 mins read
TukuTouch Logo
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર કામ કરતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (Village Computer Entrepreneurs - VCE)ની આવક વધારવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા VCEને સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. 20નું મહેનતાણું ચૂકવવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

VCEને હવે કામગીરીના યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. 20 મળશે, મહેનતાણામાં સમાનતા લાવવા સરકારનો નિર્ણય

Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર કામ કરતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (Village Computer Entrepreneurs - VCE)ની આવક વધારવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા VCEને સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. 20નું મહેનતાણું ચૂકવવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ફરજ દરમિયાન SRP જવાને આત્મહત્યા કરી, સર્વિસ રાઈફલથી છાતીમાં ગોળી મારી

મહેનતાણામાં સમાનતા જાળવવાનો નિર્ણય

ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તાર જેવી ઇ-સેવાઓ ગ્રામ કક્ષાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. VCE દ્વારા ગ્રામજનોને 7/12, 8-અ અને હક્કપત્રની નકલ, ખેડૂત રજીસ્ટ્રેશન, ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર અને રેશનકાર્ડ સુધારા-વધારા જેવા ફોર્મ ભરવાની સેવાઓ અપાય છે. અગાઉ, જુદા જુદા વિભાગો દ્વારા વિવિધ કામગીરી માટે કમિશન પેટે ચૂકવવામાં આવતી રકમ અલગ-અલગ ધોરણે નિયત થતી હતી, જેના કારણે મહેનતાણામાં સમાનતા જળવાતી નહોતી.

આ પણ વાંચોઃ વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું ધરાશાયી, કાટમાળમાં દટાયેલા પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ

પરિપત્ર જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની તાજેતરમાં યોજાયેલી 12મી ગવર્નિંગ બૉડીની બેઠકમાં મહેનતાણામાં સમાનતા લાવવા માટે તાત્કાલિક સૂચનાઓ આપી હતી. ત્યાર બાદ પંચાયત વિભાગે પરિપત્ર કરીને જણાવ્યું છે કે, હવે કોઈપણ કામગીરી માટે VCE ને યુનિટ દીઠ ન્યૂનતમ રૂ. 20નું મહેનતાણું ચૂકવવું ફરજિયાત રહેશે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ VCEને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે.