Gujarat

બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા

By GS TEAM
25 Apr 20261 min read
બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે

જિલ્લાની શાળાઓમાં સ્પર્ધા યોજાઈ, રેલી, સાયકલ યાત્રા, માનવ સાંકળ સહિતના કાર્યક્રમોનું આયોજન

ભાવનગર -  આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ બોટાદ સ્વેપ નોડલ અને ડીઈઓ સાથે શાળાઓમાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ નાગરીકો મતદાન માટે જાગૃત બને તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૃપે બોટાદ સ્વેપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ મતદાનના મહત્વને સમજી જાગૃત બન્યા છે. વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી, સાયકલ રેલી, માનવ સાંકળ સહિતની પ્રવૃત્તિઓ કરી હતી. સાથો સાથ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ થીમ જેવી કે મતદાનનું મહત્ત્વ એક મતની કિંમત, ભારતની ચુંટણી પ્રક્રિયા વગેરે વિષય પર ટેગ લાઈન મેકિંગ સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.