Gujarat

વડોદરા: ટ્રાય એથલીટ રિદ્ધિની સિદ્ધિ: કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના ટ્રાયલ કેમ્પ માટે પસંદગી

By GS Team
3 Feb 20221 min read
This article was originally published on 3 Feb 2022
વડોદરા: ટ્રાય એથલીટ રિદ્ધિની સિદ્ધિ: કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના ટ્રાયલ કેમ્પ માટે પસંદગી

વડોદરા, તા. 03

વડોદરાની રમત વીરાંગના ટ્રાયએથલીટ રિદ્ધિ કદમે યશસ્વી અને આશાસ્પદ સિદ્ધિ મેળવી છે.  તે આગામી  કોમનવેલ્થ ગેમ્સ, બર્મિંગહામ અને  એશિયન ગેમ્સ, હાંગઝોઉ માટે ટ્રાયથ્લોન ઇવેન્ટમાં ઇન્ડિયન ટ્રાયથલોન ફેડરેશન ધ્વારા ટ્રાયલ/કેમ્પ માટે પસંદ થઈ છે. કોરોના મહામારી પછી આ વર્ષે રિધ્ધિએ ઓક્ટોબર માસમાં ધનુષકોટી ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણીએ વર્ષ 2021 માં ભારતીય ટ્રાયથલોન ફેડરેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં બે કાંસ્ય ચંદ્રક પણ મેળવ્યા હતા.દરેક પડકાર ને પાર કરીને રિદ્ધીએ પોતાની ક્ષમતા પુરવાર કરીને  આ સ્થાન હાંસલ કર્યું છે.  કોમનવેલ્થ ગેમ્સ અને  એશિયન ગેમ્સમાં ક્વોલિફાય કરવા માટે, તે આવનાર ફેબ્રુઆરી અને એપ્રિલ માસમાં યોજાનારી શ્રેણીબદ્ધ પસંદગીની ટ્રાયલ્સમાં ભાગ લેશે. તેણીએ સ્પોર્ટ્સ ઓથોરીટ ઓફ ગુજરાતના ડીસ્ટ્રીકટ કોચ  ક્રિષ્ના પંડ્યા, વિવેકસિંહ બોરાલિયા તથા ટ્રેનર બિપિન કુમાર અને સુબોધ કુમાર પાસે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોચિંગ લઈ રહી છે. વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જયેશ ભાલાવાલા એ  રિદ્ધિની આ સફળતાને બિરદાવી છે.