Gujarat

વડોદરા: સરદાર ધામ ટ્રસ્ટના પ્રોજેક્ટ ઈન્ચાર્જ સહિત ત્રણ સ્થળે ચોરી

By GS Team
28 Feb 20221 min read
This article was originally published on 28 Feb 2022
વડોદરા: સરદાર ધામ ટ્રસ્ટના પ્રોજેક્ટ ઈન્ચાર્જ સહિત ત્રણ સ્થળે ચોરી

વડોદરા, તા. 28 

વીતેલા ચોવીસ કલાક દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં ચોરીની ત્રણ ઘટનાઓ સામે આવી છે. બનાવ સંદર્ભે પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા રોડ સ્થિત અણખોલ ગામે રહેતા 61 વર્ષીય ચંદ્રકાંતભાઈ પટેલ સરદાર ધામ ટ્રસ્ટમાં પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે. 24મી ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાના ઘરને તારું મારી વતન બીથલી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા તસ્કરો રોકડા રૂપિયા,મોબાઈલ ફોન તથા સોના ચાંદીના ઘરેણા મળી 1.62 લાખની મતા ચોરી નાસી છુટયા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે બીજા બનાવમાં માંજલપુરની કોતર તલાવડી ખાતે રહેતાં રણજીતભાઈ સાવ અંબે શાળા પાસે નાસ્તાની લારી ધરાવે છે. 24મી ફેબ્રુઆરીના રોજ રાત્રે લારીના તાળા તોડી અજાણ્યા તસ્કરો ગેસનો બાટલો તથા ખાણીપીણીની ચીજ વસ્તુઓ ચોરી  ફરાર થઈ ગયા હતા.  ત્રીજા બનાવમાં કોયલી રોડ ઉપર રહેતા માયાબેન ભટ્ટ વકીલાતની પ્રેક્ટિસ કરે છે. 24મી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે શ્વાન સાથે વોકિંગમાં નીકળ્યા હતા. તે સમયે તેમના પતિ બાથરૂમમાં ગયા હોય અને સાસુ પોતાના રૂમમાં સુતા હોય અજાણ્યો તસ્કર મુખ્ય દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશી રોકડા 4 હજાર અગત્યના ડોક્યુમેન્ટ સાથે તથા મોબાઇલ ફોન ચોરી નાશી છૂટ્યો હોવાનું બહાર આવ્યું હતું.