Gujarat

નાઇટ શોમાં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી કિશોરીની છેડતી

By GS TEAM
5 May 20261 min read
TukuTouch Logo
છેડતી કરનાર વિધર્મીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની લોકાની માગણી

Summarized by AI; it may make mistakes. Check important info

નાઇટ શોમાં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી કિશોરીની છેડતી

Vadodara : વડોદરાના વિહાર સિનેમામાં નાઇટ શોમાં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી સગીરાની વિધર્મી દ્વારા છેડતી કરવામાં આવી હતી. જેના પગલે ભારે હોબાળો મચ્યો હતો. લોકોના ટોળા વાડી પોલીસ સ્ટેશન એકત્રિત થયા હતા. જેના કારણે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.

રાત્રે ફેમિલી સાથે મુવી જોવા ગયેલી પરિવારની 14 વર્ષની સગીરાની છેડતી કરવામાં આવી હતી. સીટ પર બેઠેલી સગીરાની છેડતી શરૂ થતા પરિવારે તેને અન્ય ખુરશી પર બેસાડી હતી. તેમ છતાંય ચાર યુવકોએ અડપલા ચાલુ રાખ્યા હતા. જેથી, સગીરાના પિતાએ મિત્રને ફોન કરીને મદદ માગી હતી. વાત સમગ્ર વિસ્તારમાં ફેલાતા રાજકીય અગ્રણીઓ તથા સ્થાનિક લોકો ધસી આવ્યા હતા. લોકોએ વાડી પોલીસ સ્ટેશન પહોંચી જઇ છેડતી કરનાર આરોપીઓને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. વાડી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.