Gujarat

વડોદરામાં સિનેમોલ જેવી ઘટના સર્જાતા રહી ગઈ,ઓપી રોડ ના ABS ટાવરમાં આગ લાગતાં નાસભાગ

By GS TEAM
23 Feb 20261 min read
TukuTouch Logo
ગરમી શરૂ થતા હિટને કારણે આગના બનાવો બનવાના કિસ્સા બની રહ્યા છે. શહેરના ઓપી રોડ ઉપર એક કોમ્પ્લેક્સ માં આગનો બનાવ બનતા નાસ ભાગ મચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સિનેમોલ જેવી ઘટના સર્જાતા રહી ગઈ,ઓપી રોડ ના ABS ટાવરમાં આગ લાગતાં નાસભાગ

ગરમી શરૂ થતા હિટને કારણે આગના બનાવો બનવાના કિસ્સા બની રહ્યા છે. શહેરના ઓપી રોડ ઉપર એક કોમ્પ્લેક્સ માં આગનો બનાવ બનતા નાસ ભાગ મચી હતી.

ઉતરાયણના બીજે દિવસે રેસકોર્સ નટુભાઈ સર્કલ પાસે સીને મોલમાં એસીના આઉટડોલ માં યુનિટમાં આગ લાગ્યા બાદ બિલ્ડીંગ નો એક ભાગમાં લપેટાઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ કાર પણ ચપેટમાં આવી ગઈ હતી.

ઓપી રોડ ઉપર ગઈ બપોરે આવી જ રીતે એબીએસ ટાવર નામના બિલ્ડીંગ ના પાછળના ભાગે એસીના આઉટડોર યુનિટમાં આગ લાગતા આસપાસમાં પણ આગ પ્રસરી હતી. રવિવાર ને કારણે કેટલીક ઓફિસો બંધ હતી અને અવરજવર નહીવત હતી. આમ છતાં આગનું સ્વરૂપ જોતા હાજર લોકોમાં નાસભાગ થઈ હતી. વડીવાડી ફાયર બ્રિગેડ દ્વારા પાણી તેમજ ફોમનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી હતી.

આગ કરતા તેના ધુમાડા વધુ થવાના ગભરાટ ફેલાયો હતો. વીજ કંપનીની ટીમ દ્વારા પણ વીજ કનેક્શન બંધ કરીને આગને વધુ પ્રસરતી અટકાવવામાં આવી હતી.