Gujarat

દિવાળી પર વડોદરા એસટી વિભાગ ૧૩૦ એક્સ્ટ્રા બસો દોડાવશે

By GS TEAM
15 Oct 20251 min read
દિવાળી પર વડોદરા એસટી વિભાગ ૧૩૦ એક્સ્ટ્રા બસો દોડાવશે

દિવાળી પર્વ નિમિત્તે વડોદરા વિભાગના એસટી બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોની વધતી માંગને ધ્યાને લઇ એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યુંછે. અને તા. ૧૭થી ૨૭ ઓક્ટોબર દરમિયાન એક્સ્ટ્રા ૧૩૦ બસો દોડાવાશે.

વિભાગના જણાવ્યા મુજબ અગિયારસથી દિવાળી દરમ્યાન વડોદરા, પાદરા, કરજણ, વાઘોડિયા, ડભોઇ, બોડેલી અને છોટાઉદેપુર ડેપો પર કુલ ૮૫ એક્સ્ટ્રા બસો મુકવામાં આવશે. જ્યારેતા.૨૨થી ૨૭ (બેસતુવર્ષથી છઠ્ઠ) સુધી વડોદરા, પાદરા, કરજણ, વાઘોડિયા અને ડભોઇ ડેપો પર વધારાની ૪૫ બસો મુકાશે. મુસાફરોની સુવિધા માટે એસટી વિભાગે ૨૪ કલાક ઓનલાઈન તેમજ ઓફલાઈન ટિકિટ બુકિંગ કાઉન્ટર કાર્યરત રાખવા નિર્દેશ આપ્યા છે. વિભાગનું કહેવું છે કે મુસાફરોની માંગ મુજબ રૂટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ખાસ કરીને, પંચમહાલ અને સૌરાષ્ટ્ર તરફ જવા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.