Gujarat

વડોદરા: માણેજા આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધા નહીં મળતા રહીશોનો હોબાળો

By GS Team
5 Feb 20221 min read
This article was originally published on 5 Feb 2022
વડોદરા: માણેજા આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધા નહીં મળતા રહીશોનો હોબાળો

વડોદરા, તા. 05

વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા ગરીબોને આવાસ યોજનાના મકાનોના રહીશોને પ્રાથમિક સુવિધા નહીં મળતા આજે હોબાળો મચાવ્યો હતો.

માણેજા સ્થિત આવાસ યોજના રહીશોએ આજે પ્રાથમિક સુવિધાના મુદ્દે દેખાવો અને સૂત્રોચ્ચાર કરી સુવિધા આપવાની માગણી કરી હતી.


સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી એટલું જ નહીં ડ્રેનેજની પણ લાઈન તૂટી ગઈ છે અને ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે તો બીજી બાજુ 1.20 લાખનું લાઈટ બિલ આપવામાં આવ્યું છે જે સ્થાનિક રહીશો ભરપાઈ કરી શકે તેમ નથી.

સરકાર તરફથી જે પ્રાથમિક સુવિધા આપવાની હોય છે તે પણ આપવામાં આવતી નથી અને આ આવાસ યોજનામાં સફાઈની પણ કામગીરી થતી નથી.