Gujarat
ઘણા મતદાન મથકો પર મંડપ અને પાણીની વ્યવસ્થા અપૂરતી, સિનિયર સિટિઝને બળાપો ઠાલવ્યો
By GS TEAM
26 Apr 20261 min read
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાનના દિવસે જ આકરી ગરમીએ પોતાનો પરચો બતાવ્યો હતો અને મતદાન કરવા માટે ગયેલા મતદારોને ઘણી જગ્યાએ અપૂરતી વ્યવસ્થા હોવાથી હેરાન થવાનો વારો આવ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

ઘણા મતદાન મથકો પર મંડપ કે પાણીની વ્યવસ્થા પૂરતી નહોતી. જેના કારણે ગરમીમાં પણ ઉત્સાહ સાથે મતદાન કરવા નીકળેલા લોકોએ અને ખાસ કરીને સિનિયર સિટિઝન્સને અગવડો પડી હતી. વોર્ડ નંબર 14મા બાજવાડા ખાતેના મતદાન મથક પર વોટિંગ કરવા આવેલા સિનિયર સિટિઝન નવીનભાઈ શાહે કહ્યું હતું કે, જગ્યા સાંકડી છે અને વોટિંગ કર્યા બાદ બહાર નીકળવામાં તકલીફ પડી રહી છે. બહાર માંડવો બાંધવામાં પણ આવ્યો નથી. તંત્રે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. એક તબક્કે મને ચકકર આવી ગયા હતા.