ગૃહક્લેશથી કંટાળેલા પતિ પત્ની વાસદ બ્રિજ ઉપરથી પડતું મૂકે ત્યાં જ પોલીસની એન્ટ્રી થઈ, બંનેને બચાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વાસદ બ્રિજ ઉપર આત્મા ત્યાં અવારનવાર બનાવો બને છે ત્યારે ગઈકાલે આવા જ એક બનાવમાં પોલીસ છેલ્લી ઘડી આવી જતા પતિ પત્નીને બચાવી લીધા હતા.
ન્યુ વીઆઇપી રોડ ઉપર રહેતા કરણ મારવાડી અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોવાથી ગઈકાલે કંટાળેલા પતિ પત્નીને સ્કૂટર ઉપર વાસદ બ્રિજ સુધી લાવ્યો હતો. બંને જણાએ જિંદગીથી કંટાળ્યા હોવાથી આપઘાત કરવાનો નિર્ણય લઇ લીધો હતો.
દરમિયાન મા કોઈ વ્યક્તિ ની તેમના ઉપર નજર પડતા ત્યાં પેટ્રોલિંગ કરતી નંદેસરી પોલીસને જાણ કરી હતી. બંને પતિ પત્ની પરથી કૂદવાની તૈયારી કરે ત્યાં જ પોલીસ આવી ગઈ હતી અન બંનેને અટકાવી પોલીસ સ્ટેશન લાવી હતી.
પોલીસ તેમજ કાઉન્સિલર દ્વારા પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને એકબીજાના સહયોગથી જીવન રથ આગળ વધારવા સમજાવતા બંને જણાએ પોતાના ઉતાવળિયા નિર્ણય બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો અને હવે પછી એકબીજાને મદદરૂપ થઈ જીવન જીવવા ખાતરી આપી હતી.









