Get The App

વડોદરા: ફતેગંજ વિસ્તારમાં પોલીસે રાત્રે 9 વાગ્યે રસ્તા બંધ કરી દેતા નવા વર્ષની ઉજવણી રાત્રે બાર વાગ્યે થઈ નહીં

Updated: Jan 1st, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા: ફતેગંજ વિસ્તારમાં પોલીસે રાત્રે 9 વાગ્યે રસ્તા બંધ કરી દેતા નવા વર્ષની ઉજવણી રાત્રે બાર વાગ્યે થઈ નહીં 1 - image

વડોદરા, તા. 01 જાન્યુઆરી

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી ધામધૂમથી થતી હોય છે અને લોકોના ટોળા ઉમટી પડતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન પુરુ નામ અને કારણે આ વિસ્તારમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી ફિક્કી થઈ હતી તેની પાછળનું મુખ્ય કારણ લોકો ઉજવણી માટે આવ્યા પરંતુ રાત્રે 09:00 થી જ પોલીસે રસ્તા બંધ કરી ગઈ લોકોની અવરજવર કરતા અટકાવી દીધા હતા

વડોદરા: ફતેગંજ વિસ્તારમાં પોલીસે રાત્રે 9 વાગ્યે રસ્તા બંધ કરી દેતા નવા વર્ષની ઉજવણી રાત્રે બાર વાગ્યે થઈ નહીં 2 - image

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા ઉમટી પડે છે. ગઈકાલે રાત્રે પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો ફતેગંજ વિસ્તારમાં એકત્ર થયા હતા. જોકે આ વિસ્તારમાં આવેલા દેવાલયોમાં કોરોનાના કારણે સીમિત સભ્યોની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરવામાં આવી હતી. અને કોવિડ ગાઈડલાઈન અનુલક્ષી  સાંજના પાંચ વાગ્યા બાદ દેવાલયોમાં આમ જનતા માટે બંધ કરી દેવાયા હતા. રાત્રે 10:30 વાગ્યે પોલીસે રાત્રી કર્ફ્યુ નો અમલ કરાવવા એકત્ર ભીડને વેરવિખેર કરી હતી. ખરેખર રાતના 12ના ટકોરે લોકો નવા વર્ષના વધામણાં કરી ઉજવણી કરે છે. પરંતુ કોરોના મહામારી ના પગલે આ વર્ષે ઉજવણી ફિક્કી રહી છે.