Gujarat

રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા

By GS Team
13 Aug 20251 min read
This article was originally published on 13 Aug 2025
રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા


દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સ્તરની કરાટે સ્પર્ધામાં વડોદરા શહેરના ખેલાડીઓએ અન્ય રાજ્યોના ખેલાડીઓને માત આપી 04 ગોલ્ડ, 03 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ હાંસિલ કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

તાજેતરમાં સેઇકો કાઈ કરાટે ઇન્ટરનેશનલ - ઇન્ડિયા અને ભારત કરાટે એકેડેમી દ્વારા 19મી ઓલ ઇન્ડિયા ઇંડિપેંડેન્સ કપ કરાટે ચેમ્પિયનશિપ 2025 રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા તા. 07 થી 10 ઓગસ્ટ સુધી દિલ્હી ખાતે યોજાઈ હતી. દેશભરમાંથી 2500 મેન્સ ,વિમેન્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન-ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડેમીના 15 ખેલાડીઓએ ભાગ લઈને અન્ય રાજ્યોના ખેલાડીઓને માત આપી 04 ગોલ્ડ, 03 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. પલાક્ષી સોઢી, જૈની સોની , હની માછી, ચૈતન્ય સોનીએ ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. જ્યારે ધ્યાની દવે, નેન્સી શર્મા અને  માહિર પ્રજાપતિએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. તેમજ જીયા વાઘ , મૃગાંક ખિસ્તે અને અનય જરાગએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. 6 વર્ષના વિહાન, ઓમ શર્મા, મિત સઇદાને, જીનલ પરમાર અને રિધ્ધિમા ઉકાણીએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્યનું ગૌરવ વધાર્યું હતું.