Gujarat

વડોદરામાં રસ્તો ક્રોસ કરતી કાર સાથે બાઈકની ટક્કર થતાં એકનું મોત, ઉશ્કેરાયેલા ટોળાએ 1 કલાક હાઈવે જામ કર્યો

By GS TEAM
14 Apr 20262 mins read
TukuTouch Logo
Vadodara Accident: વડોદરાના નેશનલ હાઈવે 48 પર સુંદરપુરા નજીક આજે (14મી એપ્રિલ) સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવીને રસ્તો ક્રોસ કરી રહેલી કાર સાથે બાઈકની ધડાકાભેર ટક્કર થઈ હતી. જે બાદ બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે પાછળ બેઠેલી મહિલા અને બાળક ઈજાગ્રસ્ત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં રસ્તો ક્રોસ કરતી કાર સાથે બાઈકની ટક્કર થતાં એકનું મોત, ઉશ્કેરાયેલા ટોળાએ 1 કલાક હાઈવે જામ કર્યો

Vadodara Accident: વડોદરાના નેશનલ હાઈવે 48 પર સુંદરપુરા નજીક આજે (14મી એપ્રિલ) સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવીને રસ્તો ક્રોસ કરી રહેલી કાર સાથે બાઈકની ધડાકાભેર ટક્કર થઈ હતી. જે બાદ બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે પાછળ બેઠેલી મહિલા અને બાળક ઈજાગ્રસ્ત થયા છે. 

રોંગ સાઈડમાં કાર ચલાવવાની બેદરકારી નડી

આ અકસ્માત અંગે DCP ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, સવારે અંબા ચોકડી પાસે આવેલ GEB કટ નજીક આ ઘટના બની હતી. એક કાર રોંગ સાઈડમાં આવી રહી હતી અને કટ ક્રોસ કરીને સામેની તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓ સીધા કાર સાથે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું.

આ પણ વાંચો: ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ?

ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ

બાઈક પર સવાર અન્ય બે વ્યક્તિઓ (એક મહિલા અને એક બાળક) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ એમ્બ્યુલન્સ મોડી પહોંચી હતી, જોકે બાદમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલકને પણ સામાન્ય ઈજાઓ પહોંચતા તે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રોષે ભરાયેલા લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો

અકસ્માત બાદ અંદાજે 2 કલાક સુધી મૃતદેહ હાઈવે પર પડી રહ્યો હતો અને એમ્બ્યુલન્સ મોડી આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે એક કલાક સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. પરિસ્થિતિ વણસતા કપુરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમજાવટ બાદ હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. હાલ કપુરાઈ પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.