Gujarat

વડોદરા: દરજીપુરા વિસ્તારમાં પીવાના પાણીના મુદ્દે સ્થાનિક રહીશોનો હોબાળો

By GS Team
24 Jan 20221 min read
This article was originally published on 24 Jan 2022
વડોદરા: દરજીપુરા વિસ્તારમાં પીવાના પાણીના મુદ્દે સ્થાનિક રહીશોનો હોબાળો

વડોદરા, તા. 24

વડોદરા શહેર નજીક આવેલ અને દરજી પુરા ગામ ના રહેવાસીઓએ આજે પીવાના પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. દરજીપુરા ગામનો સમાવેશ 22 વર્ષ પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં થઈ ગયો હોવા છતાં પ્રાથમિક સુવિધા મળતી નથી.

દરજીપુરા ગામના રહીશોએ જણાવ્યું હતું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં 22 વર્ષ પૂર્વે દરજી પુરા ગામ નો સમાવેશ થઈ ગયો હતો તેમ છતાં આજદિન સુધી પ્રાથમિક સુવિધાનો અભાવ રહેલો છે.

પીવાના પાણી માટે ટાંકી બાંધવામાં આવી અને તેમાંથી ઉદ્ઘાટન ના દિવસે માત્ર એક જ દિવસ પીવાનું પાણી દરજીપુરા ના વિસ્તારને આપવામાં આવ્યું હતું પરંતુ એ પછી મીઠું પાણી આપવાનું બંધ કરી દીધું હતું કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા તો ઇન્ક્રિમેન્ટલ ચાર્જીસ મને development ચાર્જીસ ની રકમ ભરપાઇ કરો તે પછી જ પાણી મળશે ટીવી ફરજ પાડવામાં આવી છે ખરેખર તો માત્ર નવું કનેક્શન હોય તો તેનો ચાર્જ આપવાનો હોય છે તેમ છતાં કોર્પોરેશન દ્વારા આડોડાઈ કરવામાં આવે છે જે સામે દરજીપુરા ગામના લોકો આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરશે.