Gujarat

વડોદરા: આઇટી વિભાગના કોન્ટ્રાક્ટર CMS કંપની દ્વારા ગેરકાયદે ખોદકામ કરતા રૂ. 1.08 લાખની પેનલ્ટી

By GS Team
22 Jan 20221 min read
This article was originally published on 22 Jan 2022
વડોદરા: આઇટી વિભાગના કોન્ટ્રાક્ટર CMS કંપની દ્વારા ગેરકાયદે ખોદકામ કરતા રૂ. 1.08 લાખની પેનલ્ટી

વડોદરા, તા. 22 જાન્યુઆરી

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ડી માર્ટ ત્રણ રસ્તા પાસે કોર્પોરેશનના જ આઇટી વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધા વિના રોડનું ખોદકામ કરતા કોન્ટ્રાક્ટરને રૂપિયા એક લાખની પેનલ્ટી કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં ખાનગી ટેલિકોમ તેમજ અન્ય કંપનીઓ તેમના ઓપ્ટિક ફાઈબર કેબલ નાખવાની કામગીરી કરતા હોય છે તેને કારણે ઠેરઠેર ગાબડા પડતા હોય છે અને તેનો ભોગ શહેરીજનોને બનવાનો વારો આવે છે.

દરમિયાનમાં વડોદરા કોર્પોરેશનના આઇટી વિભાગ હસ્તગત કૅમેરા લગાવવા અને ઓપ્ટિક ફાઈબર નાખવાનું કોન્ટ્રાક્ટ ધરાવતી સી એમ એસ કંપની ના કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસ અગાઉ વાઘોડિયા રોડ ડી માર્ટ ત્રણ રસ્તા પાસે ૨૭ મીટર ના રોડનું ખોદકામ કરી કેબલ નાંખવામાં આવતો હતો જે અંગે દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર અલ્પેશ મજમુદાર ના ધ્યાન ઉપર આવતા તેઓએ તપાસ કરતાં સીએમએસ કંપનીએ ખોદકામ કરવાની કોઈ પણ જાતની પરવાનગી નહીં લીધી હોવાનું જણાવ્યું હતું.

આ અંગે ડેપ્યુટી કમિશનર એ સીએમએસ કંપનીને કોઈપણ જાતની પરવાનગી નહીં લેવા અને કામગીરીમાં નિષ્કાળજી દાખવવામાં અંગે રૂપિયા એક લાખ આઠ હજારનો દંડ ફટકાર્યો છે.