Gujarat

વડોદરા: રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સઘન બનાવવા ઝોનીંગ પદ્ધતિ નો અમલ

By GS Team
30 Dec 20212 mins read
This article was originally published on 30 Dec 2021
વડોદરા: રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સઘન બનાવવા ઝોનીંગ પદ્ધતિ નો અમલ

વડોદરા, તા. 30

વડોદરા શહેરમાં ઓક્ટોબર મહિનાથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવેલી ઝુંબેશ છતાં મુખ્ય રસ્તાઓ ઉપર રખડતા ઢોર જોવા મળતા હોય છે તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના હોદ્દેદારોએ દબાણ શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી આ કામગીરી વધુ સઘન બનાવવા ઝોનીગ પદ્ધતિ અપનાવવા નિર્ણય કર્યો હતો.

ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા થોડા વખત પહેલા વડોદરાના મેયર કેયુર રોકડિયા ની જાહેર કાર્યક્રમમાં રખડતા ઢોરો ને કારણે લોકોને મુશ્કેલી પડે છે તેમ જણાવી ટીકા કરી હતી. ત્યાર બાદ તાજેતરમાં સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં વડોદરામાં ગૌપાલકને પાસા કરવામાં આવતા રસ્તા પર ઢોર રખડતા દેખાતા બંધ થયા છે ત્યારે બીજી બાજુ રખડતા ઢોરોના મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તંત્ર સરેરાશ રોજના માત્ર 25 થી 30 રખડતા ઢોર પકડી શકે છે અને તેને પકડવા 3 શિફ્ટમાં 10 ટીમ કાર્યરત છે.

વડોદરા શહેરમાંઆગાઉ રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત હોવાની બૂમો ઉઠતા  મેયર એ રખડતા ઢોરો ઉપર અંકુશ મેળવવા ઢોર પાર્ટીને પ્રતિદિનનો ૪૫ રખડતા ઢોર પકડવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.

વડોદરા રખડતા પશુ મુક્ત બનાવવાના મેંયરના નિર્ધારને મોળો પ્રતિસાદ  સાપડતા રસ્તા ઉપર રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ઢોર પાર્ટી ની કામગીરી સામે સવાલો ઊભા થતા બુધવારના રોજ સાંજે મેયર કેયુરભાઈ રોકડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હીતેન્દ્રભાઈ પટેલ અને એન્ક્રોચમેન્ટ ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ વચ્ચે મીટીંગ મળી હતી

દરમિયાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં જેણે ઢોરોને IDલગાડવા નો અનુભવ હોય તેવા રખડતા ઢોર પકડવાની કામગીરીના અનુભવી 10 કર્મચારીને હંગામી ધોરણે રાખવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં હાલમાં રાઉન્ડ ધી ક્લોક રખડતા ઢોર પકડવાની કામગીરી માં 10 કેટલ પાર્ટી કાર્યરત છે પરંતુ દિવસ દરમિયાન સરેરાશ માત્ર ૨૫ થી ૩૦ રખડતા ઢોર પકડાતા હોય છે ત્યારે હવે આ રખડતા ઢોર પકડવાની કામગીરી અને શહેરના તમામ વિસ્તારોમાં સતત મોનિટરિંગ રહે તેને ધ્યાનમાં રાખી કેટલ પાર્ટીમાં ઝોનીંગ પદ્ધતિ અપનાવવાનું નક્કી થયું છે.

દબાણ શાખાની 10 ટીમ હવે વડોદરા શહેરના ચાર ઝોન પ્રમાણે કાર્યરત રહેશે અને તે માટે દબાણ શાખાના ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝર ને ખાસ જવાબદારી સોંપાશે. સાથે સાથે રોજની 50 થી 60 રખડતા ઢોર ઝડપાય તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે.