Gujarat

વડોદરા: GST ના વિરોધમાં ફૂટવેર એશોસિએશને અડધો દિવસ દુકાનો બંધ રાખી

By GS Team
4 Jan 20221 min read
This article was originally published on 4 Jan 2022
વડોદરા: GST ના વિરોધમાં ફૂટવેર એશોસિએશને અડધો દિવસ દુકાનો બંધ રાખી

- 12 ટકા જીએસટીના વિરોધમાં વેપારીઓએ લડત આરંભી

વડોદરા, તા. 04 ડિસેમ્બર

વડોદરામાં આજે  ફૂટવેરના  વેપારીઓએ દુકાન અડધો દિવસ બંધ રાખીને 12 ટકા જીએસટીનો વિરોધ કર્યો હતો. ફૂટવેર પર 05 ટકાથી વધારીને સીધી 12 ટકા જીએસટી લાદી દેવાના સરકારના નિર્ણયનો  વિરોધ કર્યો છે. બાજવાડા વિસ્તારમાં ફુટવેરના વેપારીઓએ અડધો દિવસ દુકાન બંધ રાખી જીએસટી દર 05 ટકા યથાવત રાખવાની માંગ કરી છે .

આ અંગે વેપારીએ જણાવ્યુ હતુ કે , ફૂટવેર પર પહેલા જીએસટી કે કોઇપણ પ્રકારનો વેરો નહતો. સરકારે પાંચ ટકા જીએસટી નાંખી દીધી ! આ નિર્ણયનો અમે સ્વીકાર કર્યો હવે સરકાર 12 ટકા જીએસટી નાંખવાની વાત કરે છે તે અયોગ્ય છે. આખો ધંધો તૂટી જશે. 1૦ રૂપિયાથી લઇને જુદાજુદા ભાવની ચંપલો બજારમા વેચાય છે. નાની લારીવાળાઓ તેના પર રોજી કમાય છે. ફુટવેર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ગણી શકાય. લક્ઝરિયસ ચીજ વસ્તુઓ જીએસટી ટેક્સ વધારવો જોઈએ. હાલ કાચા માલનો ભાવ વધવાથી  મોંઘવારીના સમયમાં વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ફૂટવેરના વેપારીઓ, મેન્યુફેક્ચર, હોલસેલ, રિટેલર બધા બંધ પાળીને 12 ટકા જીએસટીનો વિરોધ કર્યો છે.