Gujarat
વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં બીભત્સ હરકતો કરતા એક મહિલા સહિત પાંચ ઝડપાયા
By GS Team
5 Jan 20221 min read
This article was originally published on 5 Jan 2022

વડોદરા, તા. 04
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં જાહેર સ્થળોએ ઉભા રહી પસાર થતાં લોકોને અશ્લીલ ઈશારા કરી બીભત્સ હરકતો કરતા એક મહિલા સહિત પાંચ શખ્સોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ગેટ પાસેથી કલ્પના પાટણે ( રહે - મદનઝાપા રોડ) તેમજ સયાજીગંજ વિસ્તારના કડક બજાર નાકા પાસેથી મોસીન પટેલ , સોનુ પઠાણ ( બન્ને રહે - તાંદલજા ), મુકેશ ખારવા ( રહે - ગોત્રી ) અને સરફરાઝ પઠાણ ( રહે - મકરપુરા )ની સયાજીગંજ પોલીસે જીપીએ 110 હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે ઘણા સમયથી સયાજીગંજ પોલીસ સ્ટેશન ની સામે આવેલા વિટકોસ અને પોલીસ સ્ટેશનની આસપાસની લોજ તથા ગેસ્ટ હાઉસમાં વહીવટના જોરે દેહવ્યાપારનો ધંધો ધમધમી રહ્યો હોવાની બૂમો અગાઉ પણ ઉઠી છે.




