બોડેલી લગ્નમાં જતા વડોદરાના પરિવારને નડ્યો અકસ્માત: બાળકીનું મોત
વડોદરા તા.17
વડોદરા શહેરના ફતેપુરા ભાડવાળા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના સભ્યો રિક્ષામાં બેસી બોડેલી લગ્નમાં જતા હતા ત્યારે સંખેડા તાલુકાના મંગલ ભારતી પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રિક્ષામાં સવાર 10 મહિનાની બાળકી આયશાબાનું ઇરફાનભાઈ શેખનું મોત નીપજ્યું છે જયારે પાંચ ઈસમોને ઇજા પહોંતા સારવાર અર્થે ડભોઈ દવાખાને ખસેડ્યા હતા.
ઇજાગ્રસ્તોમાં સલીમભાઈ પઠાણ, ઇરાફાનભાઈ, સઈદાબેન, સાયરાબાનું મો.ખલિલ શેખ, શેખ અકસાબાનું મો.ખલિલ શેખનો સમાવેશ થાય છે.