Get The App

રેલવેની વોલીબોલ ચેમ્પિયનશિપમાં વડોદરા વિભાગની હેટ્રિક જીત

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
રેલવેની વોલીબોલ ચેમ્પિયનશિપમાં વડોદરા વિભાગની હેટ્રિક જીત 1 - image

Vadodara : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા પ્રતાપગંજ સ્થિત ઓફિસર્સ કોલોનીના વોલીબોલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત વોલીબોલ ચેમ્પિયનશિપમાં વડોદરા વિભાગની ટીમે વિજેતા બનવાનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 

ફાઈનલ મુકાબલામાં વડોદરા વિભાગે મુંબઈ સેન્ટ્રલ વિભાગને પરાજિત કરી સતત ત્રીજી વખત ખિતાબ જીતતા હેટ્રિક પણ પૂર્ણ કરી છે.

 આ ટૂર્નામેન્ટમાં મુંબઈ સેન્ટ્રલ મંડળ ઉપવિજેતા રહ્યું હતું, જ્યારે રતલામ મંડળે તૃતીય સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધા દરમિયાન વિવિધ વિભાગોના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

 ડીઆરએમ રાજૂ ભડકેએ જણાવ્યું હતું કે, આવા ખેલોત્સવો કર્મચારીઓમાં રમતગમતની ભાવના, સહકાર અને સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપે છે. પશ્ચિમ રેલવે ભવિષ્યમાં પણ આવા આયોજનો દ્વારા કર્મચારીઓને તેમની પ્રતિભા દેખાડવા માટે પ્રેરિત કરતું રહેશે.