Gujarat

વડોદરા: કેન્દ્રીય મંત્રીના કાફલા પૂર્વે રસ્તા પર દારૂની રેલમછેલ: આખરે ખેપિયો ઝડપાયો

By GS Team
17 Jan 20221 min read
This article was originally published on 17 Jan 2022
વડોદરા: કેન્દ્રીય મંત્રીના કાફલા પૂર્વે રસ્તા પર દારૂની રેલમછેલ: આખરે ખેપિયો ઝડપાયો

વડોદરા, તા. 17

વડોદરામાં કેન્દ્રીય મંત્રીના કાફલા સમયે મુખ્ય રસ્તા ઉપર દેશી દારૂની પોટલીઓની રેલમછેલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા રવિવારે વડોદરા આવી પહોંચેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીકતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેનો કાફલો અમિતનગર બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમય રોડ પર દેશી દારૂની રેલમછેલ થતાં પોલીસતંત્રમાં દોડધામ મચી હતી. ખેપીયો અમિતનગર બ્રિજ થી ઉતરી એલએન્ડટી સર્કલ તરફ જઈ રહ્યો હતો ત્યારે રખડતાં પશુઓના કારણે અકસ્માત સર્જાયો હતો. જેથી રોડ ઉપર દારૂની પોટલીઓ વિખેરાઇ પડી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો.પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી કલ્યાણપુરા ગામનો સુરેશ ઉર્ફે ભયલુ ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે વીઆઈપી રોડ ઉપર ખેપિયાને ઝડપી પાડવા ચોક્કસ માહિતીના આધારે હરણી પોલીસે વોચ ગોઠવી હતી. જોકે પોલીસને જોઇ ખેપિયાએ પુરપાટ ઝડપે વાહન હંકારતા અકસ્માત સર્જાયો હતો.