Gujarat
વડોદરા: NBC કંપનીના છૂટા કરેલા કર્મચારીઓએ સાવલી ધારાસભ્યના ઘરે કર્યા ધરણાં
By GS Team
15 Feb 20221 min read
This article was originally published on 15 Feb 2022

વડોદરા, તા. 15
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની એન.બી.સી કંપની દ્વારા તાજેતરમાં કેટલાક કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. અનેક રજૂઆતો બાદ પણ કર્મચારીઓને પરત લેવા અંગેની સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં આજરોજ કર્મચારીઓ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં 100થી વધુ કર્મચારીઓએ ધરણા યોજી કંપની સંચાલક વિરૂદ્ધ નારાજગી દર્શાવી હતી. ધારાસભ્ય કેતન ઇનામદારે કામદારો સંદર્ભે કંપની સંચાલક સાથે વાટાઘાટો કરી પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસ શરૂ કર્યા છે. હાલ જિલ્લા પોલીસે ધારાસભ્યના નિવાસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ આ સંદર્ભે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા.




