Gujarat

વડોદરા: શહીદોના પરિવારજનોને જરૂરી સવલતો આપવાની સરકારની જાહેરાતનો અમલ કરવા માંગ

By GS Team
14 Feb 20221 min read
This article was originally published on 14 Feb 2022
વડોદરા: શહીદોના પરિવારજનોને જરૂરી સવલતો આપવાની સરકારની જાહેરાતનો અમલ કરવા માંગ

વડોદરા, તા. 14

એક્સ આર્મી સંગઠન દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે પુલવામા હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે તેમના પરિવારોને જરૂરી સુવિધા પૂરી પાડવા સરકારનું ધ્યાન દોર્યું છે.

વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે કોમ્ફા એક્સ આર્મી સંગઠનના સભ્યો દ્વારા 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા આતંકી હુમલામાં શહીદોને કાળી પટ્ટી ધારણ કરી મીણબત્તી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જેમાં વડોદરા શહેર પ્રમુખ સાથે સંગઠન મંત્રી જોડાયા હતા.

આ દરમિયાન નિવૃત્ત આર્મી જવાનએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા શહીદ થયેલા જવાનોને શહીદનો દરજ્જો આપવાની સાથે કેટલીક સુવિધાઓ માટેની ખાતરી આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ અંગે અસમંજસ હોઈ શહીદોનો પરિવાર હાલાકીનો સામનો કરી રહ્યો છે જેથી સરકારને વિનંતી છે કે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો વહેલી તકે અમલ થાય.