Gujarat

વડોદરા કોર્પોરેશનના મકાનો ભાડે આપવાના કોન્ટ્રાક્ટમાં મેયરના પ્રયાસોથી વધુ 7 કરોડની આવક થઈ

By GS Team
15 Dec 20213 mins read
This article was originally published on 15 Dec 2021
વડોદરા કોર્પોરેશનના મકાનો ભાડે આપવાના કોન્ટ્રાક્ટમાં મેયરના પ્રયાસોથી વધુ 7 કરોડની આવક થઈ

વડોદરા, તા. 15 ડિસેમ્બર 2021 બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના માં કેન્દ્ર સરકારની એફોર્ડેબલ હાઉસિંગ કોમ્પ્લેક્સિસ ની ગાઈડલાઈન મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરેલી ગરીબોની આવાસ યોજના અને મૂળ રેંટલ એન્ડ ટ્રાન્ઝિસ્ટ હાઉસિંગ ના 748 મકાનોનો 25 વર્ષનો કોન્ટ્રાક્ટ રૂ. 20.72 કરોડ ના પ્રીમિયમ થી આપવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ થઇ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સયાજીપુરા વિસ્તારમાં ગરીબોની આવાસ યોજના ફેઝ 3 અંતર્ગત 560 મકાન તેમજ રેન્ટલ કમ ટ્રiનસિસ્ટ હાઉસિંગ ના હરણી વિસ્તારના 52 અને છાણી વિસ્તારના 136 મકાન મળી કુલ 748 મકાન ભાડે આપવા એક જ એજન્સી ને 25 વર્ષનો કોન્ટ્રાકટ આપવા આ અંગે ની દરખાસ્ત માં જણાવ્યું છે કે શહેરી વિસ્તારોના સ્થળાંતરિત કામદારો મજૂરો અને શહેરી ગરીબો અને રહેવા માટે નિર્ધારિત સ્થળે ઉત્કૃષ્ટ ટકાઉ અને પરવડે તેવા પાયાની મૂળભૂત સુવિધાઓ સાથેના આવાસો મળી રહે તે માટે કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અફોર્ડએબલ મુળ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષ ની યોજના અંગેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી હતી તે મુજબ રાજ્યમાં રાજ્ય સરકારે તે નીતિનો અમલ કર્યો હતો.

આ નીતિ મુજબ શેરી સ્થળાંતરિત ગરીબો શ્રમિકો મજૂરો રિક્ષાચાલકો અન્ય સર્વિસ પ્રોવાઇડર આતિથ્ય ક્ષેત્ર લાંબાગાળાના પ્રવાસીઓ મુલાકાતીઓ વિદ્યાર્થીઓ અથવા આ કેટેગરીમાં આવતા આવા તમામ વ્યક્તિઓનો સમાવેશ લાભાર્થીઓ તરીકે કરવાનો રહેશે જેઓને સરકાર ની ગાઈડલાઈન મુજબ બેઝિક સુવિધા મળી રહે તે મુજબના આવાસો ફાળવી શકાય તેમ છે.

દરખાસ્તમાં જણાવાયું છે કે ૭૪૮ આવાસોને ગાઈડ લાઈન મુજબ સમાવેશ કરી concessional એજન્સી નિયુક્ત કરવા માટે યોજનાની ગાઈડ લાઈન મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં એક માત્ર સિંગલ પત્ર આવતા બીજા પ્રયત્નમાં બે ભાવ પત્ર આવ્યા હતા જેમાં એક કોન્ટ્રાક્ટરે રૂપિયા 13.76 કરોડનું પ્રીમિયમ આપવાની તૈયારી બતાવી હતી.

આ અંગે ની જાણકારી મેયર કેયૂર રોકડિયા ને થતાં તેમને આ ભાવ ઓછા લાગતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી અને તેમાં ઇજારદારને બોલાવી વધુ ભાવ નું પ્રિમીયમ ભરવા જણાવવામાં આવ્યું હતું.

મેયર ની સુચના મુજબ કોન્ટ્રાક્ટરને બોલાવી વહીવટીતંત્રે ચર્ચા વિચારણા કરતા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં રૂ. 20.72 કરોડની રકમ ભરપાઈ કરવા સહમતી આપી હતી જેથી મેયર ના પ્રયત્નોથી વડોદરા કોર્પોરેશન ને રૂ. 7 કરોડની વધારાની આવક પ્રાપ્ત થશે તેમ જાણવા મળે છે.

મકાન માલિક કોર્પોરેશનને આવક ઓછી અને ભાડુઆત ઇજારદારને 25 વર્ષમાં વધુ આવક

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેકસિસની ગાઈડલાઈન મુજબ યોજના મુજબ 25 વર્ષ માટે 748 મકાનો એક જ ઇજારદારને આપવા અંગેની દરખાસ્ત માં ઇજારદારે માત્ર 7 કરોડ ની રકમ નું પ્રિમીયમ વધારી તેની સામે અંદાજે દર વર્ષે એક કરોડનો નફો મેળવશે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાયી સમિતિમાં રજુ થયેલી મકાનો ભાડે આપવા અંગેની દરખાસ્તમાં કોન્ટ્રાક્ટરે 13.76 કરોડમાંથી પ્રીમિયમની રકમ વધારી રૂ. 20.72 કરોડ સુધી કરવામાં આવી છે ત્યારે આ કોન્ટ્રાક્ટરને દર વર્ષે 25 વર્ષ સુધી કોર્પોરેશનને માત્ર રૂ.80 લાખ આપવાના થશે તેની સામે એક મકાન દીઠ એક મહિનાના ભાડાની રૂ.2000 થી 2500 ની રકમ મેળવી શકશે જેથી હાલની પરિસ્થિતિ જોતા મોટા ભાગના મકાનો ભાડેથી ચડી જશે ત્યારે કોર્પોરેશનમાં એક વર્ષના રૂ. 80 લાખની રકમ જમા કરાવવાની સામે ઇજારદારને એક વર્ષમાં બેથી સવા બે કરોડની રકમ પ્રાપ્ત થશે ત્યારે મકાનોના મેન્ટેનન્સ નો ખર્ચો પણ દર વર્ષે અંદાજે 50 લાખ જેટલો મૂકવામાં આવે તો પણ કોન્ટ્રાક્ટરને દર વર્ષે વધારાનો રૂપિયા એક કરોડનો નફો મળશે પ્રીમિયમની રકમ કરતાં પણ વધુ રકમ ઇજરદારને 25 વર્ષ દરમિયાન માં મળશે તેમ માનવામાં આવે છે.