Gujarat

ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતા વડોદરા કોર્પોરેશનની વર્ષ 2022ની ડાયરી હવે દોઢ મહિને પ્રસિદ્ધ કરાશે

By GS Team
24 Jan 20222 mins read
This article was originally published on 24 Jan 2022
ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતા વડોદરા કોર્પોરેશનની વર્ષ 2022ની ડાયરી હવે દોઢ મહિને પ્રસિદ્ધ કરાશે

- ગયા વર્ષે ઈ-ડાયરી  પ્રસિદ્ધ કરાઈ હતી

વડોદરા, તા. 24  

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2022 ની આશરે 35000 ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવશે .સ્ટેન્ડિંગ સમિતિએ આ માટે મંજૂરી આપી દીધી છે. ડાયરી પ્રસિદ્ધ કરવાનો કોર્પોરેશનને આશરે 29.61 લાખ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે. ડાયરી માટે ટેન્ડર વિલંબથી આવતા ડાયરી પ્રસિદ્ધ કરવામાં કોર્પોરેશનને દોઢ મહિના જેટલું મોડું થશે .કેમકે વર્ષ 2022 શરૂ થઇ ચૂક્યું છે, અને ડાયરી ફેબ્રુઆરીમાં આવે તેવી શક્યતા છે. ડાયરીમાં લોકોને ઉપયોગી થાય તે મુજબ કેટલાક ફેરફારો પણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જોકે કેન્દ્ર સરકારનો આદેશ  હાર્ડ કોપી ને બદલે પી.ડી.એફ.ફોર્મેટમા ઈ ડાયરી પ્રસિદ્ધ કરવા હતો અને આ માટે સ્ટેન્ડિંગ  સમિતિમાં દરખાસ્ત રજુ થઇ હતી, પરંતુ  સમિતિએ વર્ષોની પરંપરા મુજબ હાર્ડ કોપી માં જ ડાયરી પ્રસિદ્ધ કરવા ગયા નવેમ્બરમાં નિર્ણય કર્યો હતો .  ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાથી લોકોના હાથમાં ડાયરી મોડી આવશે. કોર્પોરેશનની ડાયરીમાંથી શહેરીજનોને  ઉપયોગી અને જરૂરી સરકારની તથા શહેરના વિવિધ વહીવટી વિભાગો ની ,કોર્પોરેશનના વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ, વોર્ડ ઓફિસો, કોર્પોરેટરો ,શિક્ષણ સમિતિ વગેરેની વોર્ડ મુજબ માહિતીઓ  મળી રહે છે .છેલ્લે વર્ષ 2020માં કોર્પોરેશને 35000 ડાયરીઓ છાપી હતી. જેનો ખર્ચ રૂપિયા 29.48 લાખ થયો હતો. વર્ષ 2020માં કેન્દ્ર સરકારે કેલેન્ડરો, ડાયરીઓ,  કાર્ડ વગેરે પ્રિન્ટિંગ કરીને ફિઝિકલી પ્રસિદ્ધ કરવાને બદલે   વેબસાઇટ પર ઓનલાઇન પ્રસિદ્ધ કરવા સુચના આપતા  સમિતિએ તારીખ 23- 10- 2020 ના રોજ ઠરાવ કર્યો હતો અને ડાયરી ઓનલાઇન મૂકી હતી. ઓનલાઇન હોવાના કારણે લોકોને અને ખુદ કોર્પોરેશનના સ્ટાફ ,અધિકારીઓ અને કોર્પોરેટરોને પણ નંબર વગેરે માટે ખૂબ તકલીફ પડી હતી.  .જેથી સમિતિએ  ડાયરી હાર્ડ કોપી માં જ પ્રસિદ્ધ કરવા ઠરાવ કર્યો  હતો. કોર્પોરેશન જે ડાયરી પ્રસિદ્ધ કરે  છે તેમાંથી આશરે અડધી કોમ્પ્લીમેન્ટરી જતી રહે છે . દરમિયાન સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ એ જણાવ્યું હતું કે આવતા વર્ષે ડાયરી સમયસર મળે તે માટે ની વ્યવસ્થા આગોતરી ગોઠવાશે.