વડોદરા કોર્પોરેશનમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કર્મચારીઓની હાજરી ભરવાનું ચાલુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઈ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા કોર્પોરેશનના દરેક કર્મચારીઓ માટે જીઓ ફેન્સીંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ મોબાઇલ એટેન્ડન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ મોબાઇલ એપ્લિકેશન દ્વારા કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ એક થી ચારના કર્મચારીઓ માટે મોબાઈલ એટેન્ડન્સ સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરી તેના દ્વારા એટેન્ડન્સ લેવાનું ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. હાલ આ કર્મચારીઓ દ્વારા જે તે વિભાગમાં હાજરી પત્રકમાં મેન્યુઅલી હાજરી ભ૨વામાં આવે છે.
આ મોબાઇલ એપ્લીકેશનમાં ૨જીસ્ટ્રેશન તથા મોબાઈલ દ્વારા એટેન્ડન્સ લેવા માટે, જે-તે કર્મચારીઓને ટ્રેનિંગ આપીને રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આજ સુધીમાં 4400 જેટલા કર્મચારીઓનું ૨જીસ્ટ્રેશન થઈ ગયેલ છે. પ્રાયોગિક ધો૨ણે ૨જીસ્ટર્ડ થયેલા કર્મચારીઓ દ્વારા, મોબાઇલ એપ્લીકેશનથી હાજરી ભરવાનુ ચાલુ પણ કરવામાં આવેલ છે. કર્મચારીઓને કોઈ એરર અથવા તો ટેકનીકલ ઇસ્યુ આવે તો તેનો ઉકેલ પણ ક૨વામાં આવી રહ્યો છે.
આ સિસ્ટમ ક૨વાથી કર્મચારીઓ જ્યારે જીઓ ફેન્સીંગ માં પ્રવેશ કરે અથવા બહા૨ નીકળે ત્યારે તે ચેક-ઈન અને ચેક-આઉટ સમયને રેકોર્ડ કરે છે, મેન્યુઅલ ડેટા એન્ટ્રી ભૂલોને ઘટાડે છે. કર્મચારીઓ ફક્ત તેઓની કામગીરીના સ્થળેથી જ હાજરી ચિહ્નિત કરી શકે છે. આ ઉપરાંત તેના દ્વારા ઓટોમેટીક કામના કલાકોની ગણતરી થાય છે, કામના કલાકોના ઓડિટેબલ રેકોર્ડ જાળવી રાખવા ઉપરાંત એઆઈની મદદથી હાજરી ડેટાનું વિશ્લેષણ કરી શકાય છે.








