Gujarat

વડોદરા: ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની ચોરી

By GS TEAM
19 Feb 20261 min read
TukuTouch Logo
ખોડીયાર નગર ગોકુલધામ ટાઉનશિપમાં રહેતા પૂર્વીબેન સોલંકી ખાનગી હોસ્પિટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે અને તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની ચોરી

ખોડીયાર નગર ગોકુલધામ ટાઉનશિપમાં રહેતા પૂર્વીબેન સોલંકી ખાનગી હોસ્પિટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત ચૌદ ની તારીખે અમારા ફ્લેટમાં રહેતા અંજલીબેન ગાયકવાડના ઘરે લગ્ન પ્રસંગ હતો. તેમણે મને કહ્યું હતું કે તમારા ઉપરના મકાનમાં અમારે સંબંધીઓને રહેવા માટે વ્યવસ્થા કરવી છે પરંતુ ત્યાં લાઈટ કનેક્શન નથી તમારા મકાનમાંથી લાઇટ કનેક્શન જોઈએ છે જેથી મે હા પાડતા તેઓએ અમારા મકાનમાંથી લાઈટ કનેક્શન લીધું હતું. 15 મી તારીખે બપોરે મારા પિતા પાસેથી રોકડા 1.46 લાખ લઈને મારા બેડરૂમની તિજોરીના લોકરમાં મૂક્યા હતા. ત્યારબાદ હું બેંકમાં ગઈ હતી રાત્રે 9:30 વાગે દૂધ લેવા જવાનું હોય તિજોરીમાંથી રૂપિયા લેવા જતા 1. 46 લાખ રૂપિયા ચોરી થઈ ગયા હતા.