Gujarat

ડભોઈ: મકાનના રસોડામાં 'ગુપ્ત ભોંયરું' બનાવી સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો! પોલીસ પણ જોઈને ચોંકી ગઈ

By GS TEAM
15 Dec 20252 mins read
TukuTouch Logo
ડભોઈ તાલુકાના અરણીયા ગામેથી જિલ્લા પોલીસે દારૂના વેચાણ અંગેની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. અહીં એક બૂટલેગરે પોતાના મકાનના રસોડામાં ગેસના સિલિન્ડર મૂકવાના ખાનાની નીચે જ ગુપ્ત ભોંયરું બનાવીને તેમાં દારૂનો મોટો જથ્થો સંતાડ્યો હતો, જેને જિલ્લા LCB પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે, આરોપી બૂટલેગર પોલીસના દરોડા દરમિયાન ફરાર થવામાં સફળ રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઈ: મકાનના રસોડામાં 'ગુપ્ત ભોંયરું' બનાવી સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો! પોલીસ પણ જોઈને ચોંકી ગઈ

Vadodara Dabhoi: ડભોઈ તાલુકાના અરણીયા ગામેથી જિલ્લા પોલીસે દારૂના વેચાણ અંગેની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. અહીં એક બૂટલેગરે પોતાના મકાનના રસોડામાં ગેસના સિલિન્ડર મૂકવાના ખાનાની નીચે જ ગુપ્ત ભોંયરું બનાવીને તેમાં દારૂનો મોટો જથ્થો સંતાડ્યો હતો, જેને જિલ્લા LCB પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે, આરોપી બૂટલેગર પોલીસના દરોડા દરમિયાન ફરાર થવામાં સફળ રહ્યો હતો.

રસોડામાં ભોંયરું, ટાઇલ્સ નીચે સંતાડેલો દારૂ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અરણીયા ગામમાં રહેતા દિનેશ ઉર્ફે પકો શનાભાઈ બારીયા નામના શખ્સે પોતાના ઘરના રસોડામાં પ્લેટફોર્મની નીચેના ભાગમાં ગેસના બોટલ મૂકવાની જગ્યાએ ટાઇલ્સ નીચે એક ગુપ્ત ભોંયરું બનાવ્યું હોવાની ચોક્કસ બાતમી જિલ્લા એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ને મળી હતી.

બાતમીના આધારે એલસીબીની ટીમે દિનેશ ઉર્ફે પકોના ઘરે દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસને જોઈને બૂટલેગર દિનેશ ઉર્ફે પકો સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.

દારૂ-બિયરનો જથ્થો કબજે

પોલીસે ઘરની તલાશી લેતાં બાતમી મુજબ રસોડાના પ્લેટફોર્મની નીચે ગેસના બોટલ હટાવીને તપાસ કરતાં ટાઇલ્સ નીચે છુપાવેલું ભોંયરું મળી આવ્યું હતું. આ ગુપ્ત ભોંયરું જોઈને પોલીસ ટીમ પણ ચોંકી ગઈ હતી. પોલીસે તુરંત જ એક સીડી મંગાવી અંદર ઉતરીને તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભોંયરામાંથી કુલ રૂ. 3,31,000/- કિંમતની વિદેશી દારૂ અને બિયરની 1368 બોટલો તેમજ ટીનનો જથ્થો કબજે કર્યો હતો.

બૂટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન

પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને આરોપી દિનેશ ઉર્ફે પકો શનાભાઈ બારીયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર બૂટલેગરને ઝડપી પાડવા માટે પોલીસે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.