વડોદરા: અકસ્માત નડયો, 35 ટાંકા આવ્યા પણ વ્હીલચેરમાં બેસી મતદાન કરવા પહોંચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં આકરી ગરમીની વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન દરમિયાન ઘણા બૂથો પર પાંખી હાજરી જોવા મળી હતી તો કેટલાક મતદારો વિકટ પરિસ્થિતિ હોવા છતા મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા અને બીજા મતદારો માટે પ્રેરણારુપ બન્યા હતા.
શહેરના ગોત્રી વિસ્તારના એક મતદાન મથક પર વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા માટે પહોંચેલા હેમાબેન ગાંધીએ કહ્યું હતું કે, તાજેતરમાં જ મને અકસ્માત થયો હતો અને તેના કારણે મને પગમાં 35 ટાંકા લેવા પડયા છે. આમ છતા મેં નક્કી કર્યું હતું કે, ગમે તે થાય પણ મતદાન તો કરીશ જ.એટલે વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા માટે આવી છું.
તેમણે કહ્યું હતું કે, શહેરમાં લોકો ઘણી બધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને આ સમસ્યાઓનો ઉકેલ આવે તેવી આશા સાથે મેં આજે વોટ આપ્યો છે.









