Gujarat

વડોદરાઃ દરેક રેશનકાર્ડમાં આધારકાર્ડ સિડિંગ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ

By GS Team
2 Dec 20211 min read
This article was originally published on 2 Dec 2021
વડોદરાઃ દરેક રેશનકાર્ડમાં આધારકાર્ડ સિડિંગ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ

- દરેક રેશનકાર્ડ ધારકે પોતાના પરિવારના સભ્યોના નામ ચકાસી લીંક કરાવવા જરૂરી છે

વડોદરા તા.2

વડોદરા શહેર જિલ્લામાં દરેક રેશનકાર્ડમાં આધારકાર્ડ સિડિંગ કરવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા આવી છે.

વડોદરા શહેર જિલ્લામાં દરેક રેશનકાર્ડ ધારકોને પોતાના કુટુંબના તમામ વ્યક્તિઓના નામ રેશનકાર્ડમાં છે કે કેમ તે તપાસી પરિવારના તમામ વ્યક્તિઓના આધારકાર્ડ, બેંકની વિગતો અને કાયમી મોબાઈલ નંબરની વિગતો આપના વિસ્તારની મામલતદાર/ઝોનલ કચેરીમાં તાત્કાલિક જમા કરાવી, લીંક કરાવે જેથી NFSA કાર્ડ ધારકોને તેમનો મળવા પાત્ર જથ્થો આધાર આધારિત ઓથેન્ટીકેશનથી મળી શકે અને

ભવિષ્યમાં કોઈ પણ સહાય મળવાની થાય તો પણ મળી શકે. રેશનકાર્ડમાં કોઈનું નામ ભૂલથી ચાલતું હોય તો પણ ખબર પડે, આપના નામે અન્ય કોઈ વ્યક્તિ લાભ ના લઈ જાય તે જાણવું જરૂરી છે. એક કાયમી મોબાઈલ નંબર આપના આધાર કાર્ડ - બેન્ક એકાઉન્ટ , પાન કાર્ડ અને રેશન કાર્ડ સાથે સિડિંગ કરાવો, બધે જ એક સમાન સ્પેલિંગ/જોડણી કરાવો તો એક સાથે લીંક કરીને સરકારના તમામ લાભ યોગ્ય રીતે મળી શકે.

વડોદરા શહેર સહિત જિલ્લાના તમામ ગામોમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.