Gujarat
વડોદરા: માંજલપુર ડી માર્ટ મોલમાં સામાન ચોરી કરતી યુવતી ઝડપાઈ
By GS Team
19 Mar 20221 min read
This article was originally published on 19 Mar 2022

વડોદરા, તા. 19
ધુળેટીના દિવસે માંજલપુર ડી માર્ટ મોલમાં પોતાની બેગમાં સામાન ચોરી જતી યુવતી સિક્યુરિટી ગાર્ડના હાથે રંગેહાથ ઝડપાઈ જતા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના એસ.આર.પી ગૃપ 09ની સામે ડી માર્ટ મોલમાં સિક્યુરિટી ગાર્ડે મોલનો સામાન ચોરી જતી યુવતિને ઝડપી પાડી હતી. યુવતી પાસેની બેગમાંથી લેડીસ કુરતો, તેલના પાઉચ અને ચીઝના પેકેટો મળી આવ્યા હતા. યુવતી પાસેથી મટીરીયલ અંગેનું બિલ મળી આવ્યું ન હતું. સિક્યુરિટી ગાર્ડે પૂછપરછ કરતા યુવતીએ આ સામાન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઘટના અંગેની જાણ પોલીસ કંટ્રોલને કરાતા માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી 26 વર્ષીય કૃપલબેન મહિડા (રહે - વુડાના મકાન, તરસાલી/મૂળ રહે- સંતરામપુર) હોવાનું બહાર આવ્યું હતું.




