Get The App

વડોદરા: મોટરસાયકલ ના નુકસાન ની રકમ માંગતા યુવક પર બે વ્યક્તિ દ્વારા હુમલો

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા: મોટરસાયકલ ના નુકસાન ની રકમ માંગતા યુવક પર બે વ્યક્તિ દ્વારા હુમલો 1 - image

વડોદરા, તા. 03

વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર પાસે આવેલી અમરદીપ હોમ્સ માં રહેતા કરમદીપ પ્રતાપ સિંઘ રાજની મોટર સાયકલને ટેમ્પોની ટક્કર વાગતા નુકસાન થયું હતું તે બાબતે નજીકમાં રહેતા ઈશ્વર ભાવેશ પ્રજાપતિ અને રાજેન્દ્ર જગદીશ પ્રજાપતિ સાથે ઝઘડો થયો હતો તેમાં બંનેએ ભેગા થઈ કર્મ દીપ પ્રતાપ સિંઘ રાજ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર પાસે આવેલી અમરદીપ હોમ્સ મહેતા કર્મ દીપ પ્રતાપસિંગ રાજ પોતાની મોટરસાયકલ લઈને પસાર થતા હતા ત્યારે આજવા રોડ પર ટેમ્પો ની ટક્કર વાગતા મોટર સાયકલને નુકસાન થયું હતું જે અંગે ટેમ્પો ના માલિક પાસેથી સમારકામ ના પૈસાની માંગણી કરતા આજવા રોડ ચાચા નહેરુ નગર ના રહેવાસી ઇશ્વરભાઇ ભાવેશભાઇ પ્રજાપતિ અને રાજેન્દ્ર પ્રજાપતિએ ભેગા થઈ નુકસાનીના પૈસા આપવાને બદલે કરમદીપ પર પાઈપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

આ બનાવની જાણ બાપોદ પોલીસને થતા તેઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.