Gujarat
વડોદરા: પાદરા નજીક કંપનીમાં ભીષણ આગથી નાસભાગ
By GS Team
6 Feb 20221 min read
This article was originally published on 6 Feb 2022

વડોદરા, તા. 06
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામ પાસે આવેલી અરવલ્લી કેસ્ટોર કંપનીમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે.
પાદરા મુજપુરથી બોરસદ જતા રોડ પર આવેલી કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હજુ રહસ્ય અકબંધ છે. આગ ધીરે ધીરે લઇ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીના તમામ કર્મચારીઓને કંપનીની બહાર કાઢવામાં આવ્યા હતા.

કંપની બહાર જાહેર માર્ગ પર લોકોનો મોટા પ્રમાણમાં જમાવડો થતા પોલીસની મદદ લેવી પડી હતી. સ્થાનિક તેમજ વડોદરા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.




