Gujarat

વડોદરા: પાદરા રોડ પર રિક્ષા વરસાદી કાંસમાં ખાબકી

By GS Team
1 Mar 20221 min read
This article was originally published on 1 Mar 2022
વડોદરા: પાદરા રોડ પર રિક્ષા વરસાદી કાંસમાં ખાબકી

વડોદરા, તા. 1 માર્ચ 

વડોદરા શહેરના પાદરા રોડ ઉપર આજે સવારે એક્ટિવા ચાલકને બચાવવાના પ્રયાસમાં શાકભાજીનો જથ્થો ભરેલી રિક્ષા વરસાદી કાંસમાં ખાબકી હતી. સ્થાનિકોએ રીક્ષા ચાલક સહિત બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડયા હતા. જ્યારે ફાયર લાશ્કરોએ રિક્ષાને ક્રેન વડે વરસાદી કાંસ માંથી બહાર કાઢી હતી.


વડોદરા શહેરના પાદરા રોડ ઉપર બાંકો કંપની નજીક બાબા માર્બલની  સામે આજે સવારે રીક્ષાને અકસ્માત નડતાં વરસાદી કાંસમાં ખાબકી હતી. શાકભાજીનો જથ્થો ભરેલી રિક્ષા નાળામાં ખાબકતા ઇજાગ્રસ્ત બે વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, કોલ મળતા લાશ્કરો તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. એક્ટિવા સવારને બચાવવા જતા રિક્ષા વરસાદી કાંસમાં ખાબકી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર લાશ્કરો પહોંચે તે અગાઉ સ્થાનિક રહીશોએ રિક્ષામાં સવાર હિતેશભાઈ અને અપ્પુભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. હાલ હાઇડ્રોલિક ક્રેન મારફતે રીક્ષા બહાર કાઢી છે. જ્યારે રીક્ષા માલિક નરેન્દ્રભાઈ હોવાનું બહાર આવ્યું છે. જેઓ રિક્ષામાં સવાર ન હતા.