Gujarat

ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, '108' ના ફોન સતત રણક્યાં

By GS TEAM
16 Jan 20261 min read
TukuTouch Logo
ઉત્તરાયણના તહેવાર દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસમાં સામાન્યદિવસો કરતાં 33.33 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 4423 વ્યક્તિ સામે 5897 વ્યક્તિને 108ની જરૂર પડી હતી. આમ ઉત્તરાયણના પ્રતિ મિનિટે 4 વ્યક્તિને મેડિકલ ઈમરજન્સીની જરૂર પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, '108' ના ફોન સતત રણક્યાં

Uttarayan Medical Emergencies: ઉત્તરાયણના તહેવાર દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસમાં સામાન્યદિવસો કરતાં 33.33 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 4423 વ્યક્તિ સામે 5897 વ્યક્તિને 108ની જરૂર પડી હતી. આમ ઉત્તરાયણના પ્રતિ મિનિટે 4 વ્યક્તિને મેડિકલ ઈમરજન્સીની જરૂર પડી હતી.


ઈમરજન્સીના આંકડા પર એક નજર

આ અંગે 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા વર્ષે ઉત્તરાયણના મેડિકલ ઈમરજન્સીની કુલ 4479 ઘટના નોંધાઇ હતી. જેની સરખામણીએ આ વખતે આ આંકમાં પણ વધારો જોવા મળ્યો છે. આ વખતે દોરી વાગવા, મારા-મારીથી ઈજાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. 182 લોકોને દોરી વાગવાથી ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજી તરફ મારા-મારીથી ઈજાના કેસ સામાન્યદિવસોમાં 140 કેસ નોંધાતા હોય છે, જેની સરખામણીએ ઉત્તરાયણમાં વધીને 538 થઈ ગયા હતા. 


અમદાવાદમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 32ની સામે ઉત્તરાયણના 150 લોકો મારા મારીમાં ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દોરી વાગવાથી ઈજાના સૌથી વધુ 67 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. સુરતમાં 25, વડોદરામાં 14 લોકોને દોરી વાગ્યાના કેસ નોંધાયા છે. આ સિવાય ઊંચાઇથી પડવાના કેસમાં 92 ટકાનો વધારો થયો છે. 


વાહન અકસ્માતમાં ઈજાના કેસમાં વધારા અંગે નિષ્ણાતોના મતે તહેવાર દરમિયાન વાહનવ્યવહારમાં વધારો, રસ્તા નજીક પતંગ ઉડાડવાથી થતું ધ્યાનભંગ, શહેરીવિસ્તારમાં પગપાળા અવરજવરમાં વધારો જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.