Get The App

ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી 1 - image

Vadodara Corporation : વડોદરા શહેરના છેવાડે આવેલા ઉંડેરા ખાતે આવેલા વોર્ડ નં.9માં પાલિકાના તત્કાલીન કોર્પોરેટરો અને તંત્રના મોટા વાયદા વચન વચ્ચે રોડની હાલત બિસ્મારથી સ્થાનિકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. 

છેલ્લા કેટલાય વખતથી ખોદી નાખવામાં આવેલા રોડ રસ્તાની કામગીરી પૂરી થઈ હોવા છતાં હજી પણ ખાડા પૂરવામાં આવ્યા નથી. આ અંગે જે તે વખતના સ્થાનિક કોર્પોરેટરો અને તંત્ર સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં કોઈ સમાધાન કરી ઉકેલ છેલ્લા પાંચ વર્ષથી આજ દિન સુધી આવ્યો નથી. જેને કારણે સ્થાનિકો સહિત સમાજિક કાર્યકર્તાએ તંત્ર વિરુદ્ધ વિરોધ કરીને ભારે સૂત્રોચાર કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, શહેરના છેવાડાના ગામોને શહેરી વિસ્તારમાં વર્ષો અગાઉ સમાવાયા હતા ત્યારે, તંત્ર દ્વારા રોડ રસ્તા પાણી, લાઈટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ આપવાના વાયદા કરવામાં આવ્યા હતા. શહેરના વોર્ડ નં. ૯માં આવેલ ઊંડેરા ગામ સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાય મહિનાથી રોડ બિસ્માર હાલતમાં કાચો હોવાના લીધે અધિકારી અને પૂર્વ કાઉન્સિલરોનું ધ્યાન દોરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે ત્યારે, હજી સુધી આજ દિન સુધી પાકો રોડ બનાવવામાં આવ્યો નથી. જેથી સ્થાનિકો દ્વારા રોડનું વિધિપૂર્વક પૂજન કરીને અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  અને જો આગામી દિવસોમાં આ રોડ બનાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા ચીમકી પણ આપવામાં આવી હતી.