સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Suman School : સુરત મહાનગરપાલિકા દ્વારા સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને બુટ મોજા અને ગણવેશ આપવા માટે મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. સત્ર શરૂ થયું ત્યારે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ દિવાળી વેકેશન પુરુ થયું ત્યાં સુધી તો બુટ મોજા અને ગણવેશ મળ્યા નથી. આ ઓછું હોય તેમ હાલ સ્થાયી સમિતિ સમક્ષ સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને બુટ મોજા-યુનિફોર્મ આપવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જોકે, આ દરખાસ્ત મંજુર થયાના દોઢ બે મહિના બાદ વિદ્યાર્થીઓના હાથમાં યુનિફોર્મ-બુટ મોજા આવશે.
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વાર સત્ર શરૂ થયું અને બુટ મોજા તથા યુર્મિફોમ આપી દેવામાં આવ્યા હતા. આ સાથે જ બજેટમાં પહેલીવાર સુમન સ્કુલના વિદ્યાર્થીઓને બુટ મોજા અને યુનિફોર્મ આપવા માટેની જોગવાઈ પણ કરવામાં આવી હતી. પહેલીવાર પાલિકા સંચાલિત સુમન શાળામાં વિદ્યાર્થીઓ માટે 2 જોડી યુનિફોર્મ, એક જોડી બુટ મોજા, એક જોડી સ્પોર્ટસ યુનિફોર્મ અને એક જોડી સ્પોર્ટ બુટ-મોજા આપવા આપવા નિર્ણય કરાયો હતો.
પાલિકા સંચાલિત સુમન શાળામાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આવતીકાલથી શાળાનું સત્ર પણ શરૂ થઈ રહ્યું છે. જોકે, મે મહિનામાં સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બુટ મોજા મળે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આગામી સ્થાયી સમિતિની બેઠકમાં આ વિદ્યાર્થીઓને બુટ મોજા અને યુનિર્ફોમ આપવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ માટે રિષીકા ફેશનને 1.43 કરોડ, બે જોડી યુનિફોર્મ માટે 3.11 કરોડના ખર્ચે શ્રુતિ એમ્બ્રોડરી અને બુટ મોજા માટે 33 લાખના ખર્ચે અમિત ગ્રામોદ્યોગને કામગીરી સોંપવા દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આ દરખાસ્ત ત્વરિત મંજુર કરે અને વર્ક ઓર્ડર પણ તાત્કાલિક આપે તો પણ વિદ્યાર્થીઓને દોઢથી બે મહિના બાદ જ યુનિફોર્મ અને બુટ મોજા મળશે તેમાં કોઈ શંકા નથી. આ પ્રણાલી જો ચાલુ રાખવાની હોય તો આગામી વર્ષે સત્ર શરૂ થાય તે પહેલાં જ ટેન્ડર પ્રક્રિયા કરવા માટે માંગણી થઈ રહી છે.








