Gujarat

પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદમાં ૬૪ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો તંત્રનો દાવો

By GS TEAM
13 May 20261 min read
પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદમાં ૬૪ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો તંત્રનો દાવો

  અમદાવાદ,બુધવાર,13 મે,2026

અમદાવાદના ૪૮ વોર્ડમાં ચોમાસા અગાઉ પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૃપે  પહેલા રાઉન્ડમાં ૬૪ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા દાવો કરવામા આવ્યો છે. છ હજાર નવી કેચપીટ બનાવવામા આવી હોવાથી ૭૨૫૮૬ હજાર કેચપીટ સાફ કરાશે.દર વર્ષે કેચપીટો સાફ કરવામા આવે છે.આમ છતાં ચોમાસામા ભરાતા વરસાદી પાણીનો સમયસર નિકાલ થઈ શકતો નથી.

શહેરના ઉત્તરઝોનમાં ૯૫૩૬, દક્ષિણ ઝોનમાં ૭૫૩૪ ઉપરાંત પૂર્વઝોનમાં ૮૯૯૦ કેચપીટ  સાફ કરવામા આવી છે.મધ્યઝોનમાં ૬૨૬૧, પશ્ચિમ ઝોનમાં ૧૩૧૩૧ તેમજ  ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૧૦૩૨ કેચપીટની સફાઈ કરવામા આવી હોવાનો તંત્રનો દાવો છે.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૭૫૨૯ કેચપીટની સફાઈ કરવામા આવી છે.વરસાદી પાણીનો પ્રવાહ અવરોધાય નહી અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત રહેશે એવી હાલ પુરતી હૈયાધારણ તંત્રે આપી છે.શહેરમાં કુલ ૨૬૬૮૫ સ્ટ્રોમ વોટર મશીન હોલમાંથી સમયસર વરસાદી પાણી નિકાલ થશે.

કોર્પોરેશનના ૭૭૫ બિલ્ડિંગમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ

ઝોન    કુલ બિલ્ડિંગ   સિસ્ટમ લગાવાઈ

ઉ.પ.   ૧૪૫           ૭૫

દ.પ.   ૧૨૩           ૭૩

દક્ષિણ  ૨૫૦           ૮૪

પશ્ચિમ  ૪૫૭           ૨૨૪

પૂર્વ    ૪૨૦           ૧૫૯

ઉત્તર   ૧૯૮           ૧૦૧

મધ્ય   ૧૫૭           ૫૯