Gujarat
ઉમલાવમાં ભત્રીજી સાયકલ પરથી પડી જતા કાકાએ શખ્સને મારમાર્યો
By GS TEAM
6 Dec 20251 min read

આણંદ: બોરસદના ઉમલાવ તાબે લક્ષ્મીપુરા ખાતે રહેતા મનુભાઈ રંગીતભાઈ પરમાર અને તેમનો મિત્ર જગદીશ ભાઈ પઢીયાર ૧લી ડિસેમ્બરના રોજ ગામમાં એક લારીએ જતા હતા. ત્યારે રસ્તામાં એક છોકરી સાયકલ લઈને આવતી હતી અને તે સાયકલ સાથે પડી ગયા બાદ સાયકલ લઈને ઘરે જવા નીકળી ગઈ હતી.
જ્યારે મનુભાઈ પરમાર તથા જગદીશભાઈ કરિયાણાની દુકાને આવ્યા હતા. જ્યાં છોકરી અને તેના કાકા કિશનભાઇ લાલજીભાઈ ઠાકોર આવી પહોંચ્યા હતા અને ભત્રીજીએ 'મનુભાઈએ મને સાયકલ પરથી પાડી' તેમ કહેતા કિશનભાઇએ ઉશ્કેરાઈને અપશબ્દો બોલી મનુભાઈને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભાદરણ પોલીસે કિશનભાઇ લાલજીભાઈ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.









