- બન્ને ભાઈ એક દિવસના રિમાન્ડ પર
- 50 જીવતા કટસ, 6 છરી અને વિદેશી દારૂની બોટલ પોલીસે કબ્જે કરી
શહેરના નવાપરા વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા બે શખ્સો તૌફિક અને વલી હાલારીને ઝડપવા માટે ભાવનગર એસપી સહિતનો પોલીસ કાફલાએ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા ઈન્ડિયા હાઉસમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને ૫૦ જીવતા કાટસ, ૬ છરી, અને વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેદ અબ્દુલ કરીમભાઇ શેખ અને તેનો ભાઈ ઇન્દાદુલ્લાહ ઉર્ફે ઇદાદ અબ્દુલ કરીમભાઇ શેખની ધરપકડ કરી હતી.ઉબેદ શેખ પર જીએસટી અધિકારીઓ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.અને ફરાર વલી હાલારી ઉબેદ નો પાર્ટનર છે.પોલીસે બન્ને ભાઈ વિરૂધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં હથિયાર ધારાની કલમ ૨૫ ( ૧ - બી ) ( એ ) , ૨૯ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તદુપરાંત પોલીસની તપાસ દરમિયાન ઈન્ડિયા હાઉસમાંથી વિદેશી દારૂની બોટલ એક રૂ.૩૦૯૦ ની મળી આવતા પોલીસે ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેદ અબ્દુલ કરીમભાઇ શેખ અને તેનો ભાઈ ઇન્દાદુલ્લાહ ઉર્ફે ઇદાદ અબ્દુલ કરીમભાઇ શેખ પર પ્રોહીબીશન એક્ટ મુજબ વધુ એક ગુનો ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગંગાજળિયા પોલીસે ઉબેદ બંધુઓ ને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વન વિભાગ બન્ને ભાઈની પોલીસ કાર્યવાહી પૂર્ણ થાય ધરપકડ કરશે - આરએફઓ
સાંઢીયાવાડ વિસ્તારના ઇન્ડિયા હાઉસમાં પોલીસ અને વન વિભાગની ટીમના સર્ચ ઓપરેશન દરમિયાન માર્મો સેટ ( પોકેટ મંકી ),કાળિયારના સિંગ મળી આવતા વન વિભાગ દ્વારા કબજે લેવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેદ અબ્દુલ કરીમભાઇ શેખ અને તેનો ભાઈ ઇન્દાદુલ્લાહ ઉર્ફે ઇદાદ અબ્દુલ કરીમભાઇ શેખ વિરૂધ્ધ શેડયુલ -૧ અને શેડયુલ - ૨ તેમજ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ વિવિધ ૮ કલમો તળે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે તદ ઉપરાંત પોલીસ કાર્યવાહી પૂર્ણ થઈ બંને ભાઈની ધરપકડ કરવામાં આવશે તેમ આરએફઓ પી.આર સરવૈયાએ જણાવ્યું હતું.


