Gujarat

ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ

By GS TEAM
15 Nov 20251 min read
ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ

- સાક્ષી રહ્યાની દાઝ રાખી હથિયારોથી હુમલો કર્યો હતો

- 9 વર્ષ જૂના કેસમાં બરવાળા કોર્ટનો ચુકાદો

ભાવનગર : બરવાળા તાલુકાના ખાંભડા ગામે નવ વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં પાંચ શખ્સને બે વર્ષ જેલવાસ ભોગવવા કોર્ટે હુકમ કર્યો છે.

બરવાળાના ખાંભડા ગામે ગત તા.૧૫-૦૯-૨૦૧૬ના રોજ સવારના સમયે રસીકભાઈ ગોરધનભાઈ મેર આરોગ્ય દવાખાને દવા લેવા ઉભા હતા. ત્યારે ગીરીરાજ અનકભાઈ ખાચક, ધર્મેન્દ્ર ઉર્ફે ધમા ભુપતભાઈ ધાધલ, બાબ ભુપતભાઈ ખાચર, હિતેન્દ્ર ઉર્ફે મુન્ના અમકુભાઈ ખાચર અને રાજકુ ભુપતભાઈ ખાચર (રહે, તમામ ખાંભડા) નામના શખ્સોએ 'તું શામજીભાઈ કેશવભાઈ કણબી (ખાંભડા)ના કેસમાં સાક્ષી કેમ થયેલો હતો ?' તેમ કહીં ગાળો દઈ પાઈપ, ફરસી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે ઈજાગ્રસ્તે પાંચેય શખ્સ સામે બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ બરવાળાના જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા, દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એન.કે.નાચરેએ પાંચેય શખ્સને બે વર્ષ સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.