Gujarat

થાંભલા પરથી પટકાયેલા બે શ્રમજીવીના મોત ઃ ચાર ઘાયલ

By GS TEAM
10 Jun 20261 min read
થાંભલા પરથી પટકાયેલા બે શ્રમજીવીના મોત ઃ ચાર ઘાયલ

ડભોઇ,ડભોઇ તાલુકાના ભાવપુરા ગામે ખેતરમાં  હાઇ ટેન્શન લાઇનનો થાંભલો ઊભો કરતા સમયે છ શ્રમજીવીઓ નીચે પટકાયા હતા. જે  પૈકી બે ના મોત થયા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,  ડભોઇ તાલુકાના ભાવપુરા ગામની સીમમાં  એક ખેડૂતના ખેતરમાં પાવર ગ્રીડ કંપની દ્વારા હાઇ ટેન્શન લાઇનનો થાંભલો ઊભો કરવામાં આવ્યો  હતો. ત્યારબાદ થાંભલા પર કામ કરવા માટે છ શ્રમજીવીઓ ચઢ્યા  હતા. કોઇ કારણસર થાંભલો પડતા છ શ્રમજીવીઓને ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે ખાનગી  હોસ્પિટલમાં દાખલ ક રવામાં આવ્યા હતા. જે  પૈકી પ.બંગાળના ૨૭ વર્ષના રાજેન ચુનીરામ હેમલરામ તથા ખાનો કાલુ મારડી ( ઉં.વ.૩૦) ના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે અન્ય ત્રણને સારવાર પછી રજા આપી દેવાઇ છે. હજી એક સારવાર હેઠળ છે. આ દુર્ઘટના કઇ રીતે થઇ તેની તપાસ ડભોઇ પોલીસ સ્ટેશનના ભીલાપુર આઉટપોસ્ટના જમાદાર દ્વારા હાથ ધરવામાં આવી છે.