અમદાવાદ: નરોડા સર્કલ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન હોબાળો, બે મહિલાઓએ પોલીસકર્મીઓ પર બિયરના કેન ફેંક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં તેને પડકારતા બનાવો અવારનવાર સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો મંગળવારે સવારે અમદાવાદના નરોડા નાના ચિલોડા સર્કલ પાસે બન્યો હતો. જ્યાં બે મહિલાઓએ પોલીસ પેટ્રોલિંગ ટીમ પર કથિત રીતે બિયરના કેન ફેંકીને હોબાળો મચાવ્યો હતો.
અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસની એક પેટ્રોલિંગ ટીમ વિસ્તારમાં ફરજ પર હતી. આ દરમિયાન ટીમે બે મહિલાઓને શંકાસ્પદ બેગ સાથે જોઈ જેમાં દારૂ હોવાની આશંકા હતી. પોલીસે જ્યારે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે બંને મહિલાઓએ બેગ રસ્તાની વચ્ચે જ ફેંકી દીધી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાંથી 18.3 કિલો ગાંજો ઝડપાયો, 3 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્ર કનેક્શન ખુલ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, નાસી છૂટવાના ઇરાદે મહિલાઓએ બેગમાંથી બિયરના કેન કાઢીને પોલીસકર્મીઓ પર ફેંકવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસ તથા મહિલાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
જોકે, પોલીસે સમયસૂચકતા વાપરી બંને મહિલાઓને તાત્કાલિક કાબૂમાં લઈ લીધી હતી. સ્થળ પરથી મળી આવેલી બેગની તલાશી લેતા તેમાંથી બિયરના અનેક ટીન મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા છે.
નરોડા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ મહિલાઓ કોઈ મોટા બુટલેગિંગ નેટવર્કનો હિસ્સો છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.








