Get The App

વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરી બે ટ્રક સામાન જપ્ત કરાયો

ગણતરીના કલાકોમાં ફરી દબાણો થઈ જતા પરિસ્થિતિ યથાવત રહેતી હોવાની ફરિયાદો

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરી બે ટ્રક સામાન જપ્ત કરાયો 1 - image

મ્યુનિ. કોર્પોરેશનની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

કમાટીબાગ ગેટ નં. ૨ અને ૪ તેમજ ફ તેગંજ પોસ્ટ ઓફિસ પાસેના દબાણો દૂર કરાયા હતા. વોર્ડ નં. ૧૪માં ગાંધીનગર ગૃહથી પદ્માવતી શોપિંગ સેન્ટર, લહેરીપુરા ગેટ, માંડવી ગેટથી ચાંપાનેર ગેટ સુધી દબાણો દૂર કરાયા હતા. વોર્ડ નં. ૦૭માં કારેલીબાગ જી.ઈ.બી. ઓફિસથી પાણીની ટાંકી શાક માર્કેટ સુધી લારી-ગલ્લા હટાવી બે ટ્રક ભરી સામાન જપ્ત કરી કાચા શેડ તોડી પાડયા હતા. દૂર

તુલસીવાડી બ્રિજ પાસે નવીનગરી વસાહતમાં ગેરકાયદેસર સ્લેબ ભરવાનું બાંધકામ ચાલી રહ્યું હોવાનું ધ્યાનમાં આવતા ટી.ડી.ઓ. ટીમ સાથે કામગીરી અટકાવી હતી. કાંસ વિસ્તારમાં ગેરકાયદેસર કેબીનનું દબાણ હટાવ્યું હતું.

આજવા રોડ પર રામેશ્વરી સોસાયટીના આંતરિક રસ્તાઓમાં નડતરરૂપ શેડ અને દાદરના દબાણ દૂર કરાયા હતા. વોર્ડ નં. ૦૪માં સંગમ ચાર રસ્તાથી પંચશીલ સોસાયટી સુધી શેડ તોડી પરચુરણ સામાન જપ્ત કર્યો હતો.

વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરી બે ટ્રક સામાન જપ્ત કરાયો 2 - image

તો બીજીતરફ દબાણો દુર કરવાની કાર્યવાહીના ગણતરીના કલાકોમાં ફરી દબાણો યથાવત જોવા મળે છે. ખંડેરાવ માર્કેટ, ચાર દરવાજા, મંગળબજાર સહિતના અનેક વિસ્તારોમાં આ પરિસ્થિતિ છે. ઉપરાંત રાહદારીઓ દબાણના કારણે ફુટપાથ ખુલ્લા ન મળતા મુશ્કેલી અનુભવી રહ્યા છે.