Gujarat

અલથાણની સોસાયટીમાં વહેલી સવારે બે ચોર ત્રાટકયા, 7.20 લાખની ચોરી

By GS Team
6 Feb 20221 min read
This article was originally published on 6 Feb 2022
અલથાણની સોસાયટીમાં વહેલી સવારે બે ચોર ત્રાટકયા, 7.20 લાખની ચોરી

- નિવૃત્ત વૃધ્ધના બંધ ઘરને નિશાન બનાવ્યું, બાઇક પર ચોરી કરવા આવનાર બે ચોર સીસીટીવીમાં કેદ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

અલથાણની સિધ્ધી વિનાયક સોસાયટીમાં નિવૃત્ત વૃધ્ધના બંધ ઘરના દરવાજાનો નકુચો તોડી રૂ. 7.20 લાખના દાગીના ચોરી તસ્કરો ભાગી ગયા હતા. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં બાઇક પર ચોરી કરવા આવનાર બે ચોર કેદ થઇ ગયા હતા.

અલથાણ સ્થિત લીચી ફાર્મની પાછળ સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા નિવૃત્ત વૃધ્ધ નવનીતલાલ જેન્તીલાલ જરીવાલા (ઉ.વ. 75) 31 જાન્યુઆરીએ પત્નીનું અકસ્માત થયું હોવાથી બમરોલી ખાતે સાસરે રહેવા ગયા હતા. જયાંથી નવનીતલાલ બીજા દિવસે પરત આવ્યા ત્યારે તેમના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી દરાવાજનો નકુચો તોડી અંદર પ્રવેશી ત્રણ રૂમનો સામાન વેરવિખેર કરી સોનાના 16 તોલા વજનના દાગીના અને રોકડા રૂ. 20 હજાર મળી કુલ રૂ. 7.20 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સોસાયટીના સીસીટીવી કેમેરમાં વહેલી સવારે 4.52 કલાકે બે ચોર બાઇક પર આવી ઘરનો દરવાજાનો નકુચો તોડી ચોરી કરવા પ્રવેશ્તા નજરે પડી રહ્યા છે.